અમદાવાદની બે કિશોરીએ એશિયા રોલર સ્કેટિંગમાં અપાવ્યો ગોલ્ડ-સિલ્વર મેડલ…
ભાવિતા મધુએ નામવાન-સાઉથ કોરીયા ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એશિયન રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપ 2018ની જૂનિયર કેટેગરીમાં ( 13થી 19 વર્ષ) વિજેતા બનીને રજત ચંદ્રક હાંસલ કર્યો છે.
અમદાવાદ : રમતગમતક્ષેત્રમાં સરિતા ગાયકવાડની સિદ્ધિના સમાચાર મળતાં ગુજરાતીઓ છાતી ગર્વથી ફૂલી ગઇ હતી. આ સમાચારને હજુ ગણતરીના દિવસો થયા છે ત્યારે ત્યાં વધુ એક સારા સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદ,ગુજરાત અને દેશનું ગૌરવ વધારનાર રોલર સ્કેટિંગમાં સિદ્ધિ મળી છે.ડીપીએસ ઈસ્ટની ધોરણ 12ની વિદ્યાર્થીની ભાવિતા મધુએ નામવાન-સાઉથ કોરીયા ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એશિયન રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપ 2018ની જૂનિયર કેટેગરીમાં ( 13થી 19 વર્ષ) વિજેતા બનીને રજત ચંદ્રક હાંસલ કર્યો છે.
ભાવિતા ગુજરાતની 6 સભ્યોની બનેલી જબૂત ટીમની સભ્ય હતી. આ ટીમની મશરી પરીખે 7.5 સરેરાશ સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક તથા 7.2ના સ્કોર સાથે ભાવિતાએ રજત ચંદ્રક હાંસલ કર્યઓ છે. ભાવિતાએ સ્ટેટ અને નેશનલ ચેમ્પિયનશિપમાંથી પસાર થઈને સિલેકશન કેમ્પમાં ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિત્વ કરવા પસંદ થઈને નેશનલ ટીમનો હિસ્સો બની હતી. ભાવિકાને કોચ જ્યુતિકા દેસાઈ(ઈન્ડીયા કોચ)એ તાલિમ આપી હતી અને ઈટાલીના રાફેલો મેલોસ્સી તેના ઈન્ટરનેશનલ કોચ હતા.
ભાવિકાએ હાંસલ કરેલી સિધ્ધિ બદલ તેને અભિનંદન પાઠવતાં કેલોરક્સ ગ્રુપના એમડી અને સીઈઓ ડો. મંજૂલા પૂજા શ્રોફે જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રિય સ્તરે ભાવિતાને મળેલી સફળતા એ યુવાનો માટે તો પ્રેરણાદાયક છે જ પણ સાથે સાથે દેશ માટે પણ પ્રેરણાદાયક છે. કેલોરેક્સની દરેક સંસ્થામાં અમે રમતગમતને ખાસ પ્રોત્સાહન આપીએ છીએ. અને આપણાં બાળકોમાં સ્પર્ધા ભાવના ઉભી કરીએ છીએ. હું દેશને રજત ચંદ્રક અપાવવા બદલ તેના હૃદયપૂર્વક અભિનંદન પાઠવુ છું. તેનાં રતમગમતનાં દરેક સાહસોમાં અમે તેને પ્રોત્સાહિત કરવુ ચાલુ રાખીશું. “…સૌજન્ય zee