રાજકોટ-ફકીર બની પોલીસ જંગલેશ્વર પહોંચી, 350 કિલો ગાંજા સાથે બે મહિલા જબ્બે..
રાજકોટ: રાજકોટના જંગલેશ્વરમાં ચાર દિવસ પૂર્વે 8 કિલો ચરસનો જથ્થો મળ્યા બાદ બુધવારે બપોરે પોલીસે ફકીરનો વેશ ધારણ કરી જંગલેશ્વરમાં દરોડો પાડ્યો હતો અને મદીના નામની મહિલાના મકાનમાં દરોડો પાડી અંદાજે 350 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. મદીનાની સાગરીત એક યુવતી પણ પોલીસ સકંજામાં આવી હતી. મોડીરાત સુધી દરોડાનો દોર ચાલુ રહ્યો હતો અને વધુ આરોપીઓ તેમજ ગાંજાનો જથ્થો હાથ લાગવાની શંકા સેવાઇ રહી છે.
જંગલેશ્વરના ગાંધીચોકમાં રહેતી નામચીન મદીના ઉર્ફે સાવરણી ઓસમાણ જુણેજાના મકાનમાં ગાંજાનો મોટો જથ્થો ઉતર્યો હોવાની ચોક્કસ હકીકત મળતાં એસઓજીના પીઆઇ એસ.એન.ગડ્ડુ, પીએસઅાઇ એચ.એમ.રાણા સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસ બિલીપગે કુખ્યાત મહિલાના ઘરમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરતાં જ ગાંજાનો અંદાજે 350 કિલો જથ્થો મળી આવ્યો હતો. મદીનાને અટકમાં લઇ પોલીસે તપાસ કરતા અન્ય કેટલાક ઇસમોના ઘરે પણ ગાંજો સપ્લાય થયાની માહિતી મળતાં પોલીસે અન્ય કેટલાક સ્થળોએ પણ દરોડા શરૂ કર્યા હતા.. Courtesy DB