Proud of Gujarat
GujaratFeaturedINDIA

૧૦૦ કરતા વધારે મોટર સાયકલ ચોરી કરનાર ઇસમોને ભરૂચ એલ.સી.બી.એ-૧૧ જેટલા ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી પાડયા….

Share

૧૦૦ કરતા વધારે મોટર સાયકલ ચોરી કરનાર ઇસમોને ભરૂચ એલ.સી.બી.એ-૧૧ જેટલા ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી પાડયા….
પોલીસ સૂત્રો પાસે થી જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના જંબુસર બાયપાસ વિસ્તાર માં લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટિમ પેટ્રોલિંગ માં હતી..તે દરમિયાન જંબુસર તરફથી બાયપાસ ચોકડી તરફ નંબર વગર ની મોટરસાયકલ લઇ ને આવતા બે ઈસમો શંકાસ્પદ જણાતા ઓવર બ્રિજ નીચે પોલીસે રોકી તેઓની પૂછપરછ હાથધરી હતી…તેમજ ગાડી ના કાગળો માંગતા ગલ્લા તલ્લા તેમજ ઉડાવ જવાબ આપતા હતા..જેઓની પોલીસે ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેઓએ આ મોટરસાયકલો વડોદરા શહેર માંથી ચોરી લાવી વેચાણ કરવા માટે આવેલ હતા..પોલીસે હાલ વડોદરા શહેર ના ૧૦ જેટલા અલગ અલગ વિસ્તારો માંથી મોટરસાયકલ ઉઠાંતરી ના ગુના નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે….
વડોદરા શહેર ના અલગ અલગ સ્થાનો ઉપર પાર્કિંગ માં પડેલ મોટરસાયકલો ને ડૂબલિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી ની સમગ્ર ઘટના ને સરફરાજ ઉર્ફે ડોન ઇકબાલ હસન અફીણવાલા રહે.ટંકારી ગામ ચકલામાં જંબુસર.જી.ભરૂચ તેમજ રફીક ઉર્ફે પોન્ટિંગ  ગુલામ ભાઈ ડભોઇવાલા રહે.ખાળાકુવા પાંચ હાથડી વિસ્તાર .જંબુસર જી.ભરૂચ નાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે….આમ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ને મોટરસાયકલ ઉઠાંતરી કરનાર ઇસમોને ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી હતી…

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલી તાલુકામાં રાત્રી દરમિયાન થયેલા ભારે વરસાદમાં પાટણા પાસે રેલવે ટ્રેકનું ધોવાણ થયું.

ProudOfGujarat

અમદાવાદમાં રથયાત્રા પહેલા સમગ્ર રૂટ પર પોલીસ અને પેરામિલિટરીના કાફલાએ મેગા રિહર્સલ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!