સુરેન્દ્રનગર લીંબડી
તારીખ 11/9/18
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
વિજ્ઞાનની વાત આવે તો બાળકોમાં થનગનાટ જોવા મળે છે અને બાળકોમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે લીંબડી-ચુડા તાલુકાનો સયુકત વિજ્ઞાનમેળો યોજાયો હતો
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં આવેલ શ્રી જસવંતસિહ હાઇસ્કુલ ખાતે શ્રી રામકૃષ્ણ પરમંહષ શાળા સંકુલ દ્વારા તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવેલ ત્યારે આ વિજ્ઞાનમેળામાં લીંબડી અને ચુડા તાલુકાની સ્કુલોના બાળકોએ ભાગ લીધો હતો અને પોતાની સ્કુલના સાયન્સ ટીચરના માર્ગદર્શન હેઠળ વિધ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાયન્સ ટેકનોલોજી થી કૃતિઓ રજુ કરવામાં આવેલ ત્યારે જે બાળકે જે કૃતિ રજુ કરી હોય તેનું માર્ગદર્શન પણ આવનાર દર્શકોને બાળકો દ્વારા આપવામાં આવતુ જોવા મળ્યું હતું ત્યારે આ વિજ્ઞાન મેળામાં આશરે લીંબડી ચુડા તાલુકાની ૩૦ સ્કુલોએ અલગ અલગ કૃતિઓ રજુ કરીને આશરે બાળકો ૬૦ બાળકો અને ૩૦ સાયન્સના શિક્ષકોએ ભાગ લીધો હતો આ કૃતિઓ નિહાળવા લીંબડી અને ચુડા તાલુકાની સ્કુલોના વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા અને આ સાયન્સ પ્રદર્શનનો લાહો લીધો હતો ત્યારે આ સર જસવંતસિહજી હાઇસ્કુલના પ્રિન્સીપાલ મનુભાઇ જોગરાણા અને આ સ્કુલના સ્ટાફે દ્વારા વિજ્ઞાનમેળો સફળ બને તે માટે ખુબજ મહેનત કરી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણ કચેરીના વલેરા સાહેબ, ડાયટના ટુંડીયા સાહેબ , જી.એસ.કુમાર વિદ્યાલયના પી.ટી.ચાવડા પણ હાજર રહયા હતા અને આ વિજ્ઞાન મેળામાં જેટલા વિદ્યાર્થી અને સાયનસ શિક્ષકો આવેલ તેમને એક ગિફટ આપીને આ સ્કુલ દ્વારા સન્માનીત પણ કરવામાં આવ્યા હતા