પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ
પ્રમુખ,અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ
અમદાવાદ ખાતે કવરેજ કરી રહેલા પત્રકારો સાથે ખરાબ વ્યવહાર કરનાર પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક પગલા ભરવા માંગણી કરાઇ
વિરમગામના વતની હાર્દીક પટેલ દ્વારા જ્યા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે તે ગ્રીનવુડ રીસોર્ટ ખાતે કવરેજ કરી રહેલા પત્રકારો તથા કેમેરામેન સાથે પોલીસ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કેમેરા છીનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબના વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાના પત્રકારો દ્વારા વિરમગામ સેવાસદન ખાતે પ્રાન્ત ઓફેસરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ અને પત્રકારો સાથે ખરાબ વ્યવહાર કરનાર તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે આકરા શિક્ષાત્મક પગલાઓ ભરવા માટે માંગણી કરવામાં આવી હતી.
અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ દ્વારા આપવામાં આવેલ આવેદનમાં જણાવ્યા મુજબ, લોકશાહીના ચોથા સ્તંભ મિડીયા પત્રકારએ લોકોની ભાવનાઓ, લાગણીઓનું પ્રતિબીંબ પ્રસ્તુત કરવાનું અને સમાજ માટે દર્પણનું કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર કાર્ય કરે છે. સમાજમાં બનતી સારી કે ખરાબ બાબતોને પત્રકારો દ્વારા લોકો સુધી પહોચાડવામાં આવી રહી છે. એસ જી હાઇવે પર હાર્દીક પટેલ દ્વારા જ્યા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે તે ગ્રીનવુડ રીસોર્ટ ખાતે કવરેજ કરી રહેલા પત્રકારો તથા કેમેરામેન સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. એક સમયે તો પોલીસ અધિકારી દ્વારા કેમેરામેનના હાથમાંથી કેમેરા ઝુટવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગ્રીનવુડ રીસોર્ટની બહાર જ પત્રકારોને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હતા. આ ઘટનાની અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવે છે અને પત્રકારો સાથે ખરાબ વ્યવહાર કરનાર તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે આકરા શિક્ષાત્મક પગલાઓ ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે.