Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગની ગોલ્‍ડન ગર્લ કુ.સરિતા ગાયકવાડનું નવસારી ખાતે ભવ્‍ય અભિવાદન

Share

ડાંગની ગોલ્‍ડન ગર્લ કુ.સરિતા ગાયકવાડનું નવસારી ખાતે ભવ્‍ય અભિવાદન
કુ.સરિતા ગાયકવાડનું સંસ્‍કારી નગરમાં પુરસ્‍કારોની વર્ષા :
ગોલ્‍ડન ગર્લ સરિતા હિન્‍દુસ્‍તાનું ગૌરવ છે.
આદિજાતિ મંત્રી ઇશ્વરસિહં પટેલ
રાજય સરકાર કુ.સરિતાને કલાસવન અધિકારીની નોકરી આપશે :
-રાજય રમતગમતમંત્રી ઇશ્વરસિંહ પટેલ
ઓલમ્‍પિકની સફર એજ મારૂ સપનું
-સરિતા ગાયકવાડ

Advertisement

જીગર નાયક,નવસારી
તાજેતરમાં ઇન્‍ડોનેશિયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્‍સમાં ગોલ્‍ડ મેડલ મેળવનાર કુ.સરિતા ગાયકવાડનું નવસારી ટાટા હોલ ખાતે નગરપાલિકા, પ્રશાસન અને સેવાભાવી સંસ્‍થાઓના સથવારે ભવ્‍ય અભિવાદન કરવામાં આવ્‍યું હતું. એશિયન ગેઇમ્‍સમાં ગુજરાતના છ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ચાર ખેલાડીઓએ મેડલ અપાવ્‍યા છે. જેમાં ડાંગની સરિતા ગાયકવાડ, અંકિતા રેના, માનવ ઠકકર, હરમિત દેસાઇનો સમાવેશ થાય છે.ત્રણ ખેલાડીઓ દક્ષિણ ગુજરાત છે. કુ.સરિતા ગાયકવાડે એશિયન ગેઇમ્‍સમાં ૪૦૦ x ૪ એથ્‍લેટીકસમાં ભાગ લીધો હતો.
રાજય સરકાર કુ.સરિતા ગાયકવાડ સ્‍નાતક પાસ કરે, ત્‍યારબાદ કલાસવનની નોકરી રાજય સરકાર આપશે, તેમ રાજય રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતું.
આદિજાતિ મંત્રીશ્રીએ કુ.સરિતા ગાયકવાડનું જાહેર અભિવાદન કરી, રૂા.એક લાખનો ચેક અર્પણ કર્યો હતો. રાજય રમતગમત મંત્રી ઇશ્વરભાઇ પટેલે પણ જાહેર અભિવાદન કર્યું હતું. નવસારી ધારાસભ્‍ય પિયુષભાઇએ રૂા.૨૧ હજાર, ગણદેવી ધારાસભ્‍ય નરેશભાઇ પટેલે એક માસનો પગાર કુ.સરિતાને નામે કર્યો છે. નવસારી નગરપાલિકા પ્રમુખ કાંતિલાલ પટેલ, કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયા દ્વારા પણ જાહેર અભિવાદન કર્યું હતું. માજીમંત્રી મંગુભાઇ પટેલે પણ કુ.સરિતાને રૂા.૨૧ હજાર પુરસ્‍કારથી નવાજી હતી.
સંસ્‍કારી નગરી નવસારીની સંસ્‍થાઓએ આદિવાસી દિકરી કુ.સરિતાનું અભિવાદન કરી, પુરસ્‍કારોની વર્ષા કરી હતી. શહેરની વિવિધ સંસ્‍થાઓ, ટ્રસ્‍ટો, સમાજો દ્વારા અભિવાદન સાથે પુરસ્‍કારો આપ્‍યા હતા.
કુ.સરિતા ગાયકવાડે સૌનો આભાર વ્‍યકત કરી, નવસારીમાં ખેલમહાકુંભની સ્‍પર્ધાને યાદ કરી, સહયોગી સૌ કોચ અને અન્‍યોનો આભાર માન્‍યો હતો. આગામી ઓલમ્‍પિક એ મારી સફર હોવાનું તેણીએ જણાવ્‍યું હતું.
રાજયના આદિજાતિ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્‍યું હતું કે, સમગ્ર વિશ્વમાં હિન્‍દુસ્‍તાનને ગૌરવ અપાવવાનું કામ કુ.સરિતાએ કર્યું છે. ભારત વર્ગના યુવા વર્ગને સંદેશો આપવવાનુ કામ કર્યં છે. અંતરિયાળ વિસ્‍તારમાં રહીને અડગ મનોબળ હોય તો સિદ્વિ મેળવી શકાય તે ગોલ્‍ડન ગર્લએ સિદ્વ કરી બતાવ્‍યું છે. ગુજરાતની ધરતીના લોકો સક્ષમ અને ખડતલ છે. ડાંગની સરિતાએ ગુણકારી નાગલીના રોટલા ખાયને સક્ષમતાને સાર્થક કરી બતાવી છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ગોલ્‍ડ મેડલ અપાવ્‍યો છે, એ સરિતા ગાયકવાડ છે. વિકટ પરિસ્‍થિતિમાં રહીને સિદ્વિ પ્રાપ્‍ત કરી છે. જે તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલા ખેલ મહાકુંભને જાય છે. રાજયના મુખ્‍યમંત્રીશ્રીએ પણ રુા.એક કરોડની જાહેરાત કરીને આદિવાસી દિકરી કુ.સરિતાને બિરદાવી હતી. મંત્રીએ સફળતા માટે માતા-પિતા, કોચ, સહયોગી તમામને અભિનંદન આપ્‍યા હતા. રાજય સરકારે કુ.સરિતાને પોષણ અભિયાનના બ્રાન્‍ડ એમ્‍બેસેડર બનાવ્‍યા છે.
આદિજાતિ મંત્રીએ આવનારી ઓલમ્‍પિકમાં ગોલ્‍ડ મેડલ મેળવે તેવા આશીર્વાદ આપી, ભારત અને ગુજરાત સરકાર કુ.સરિતાને તમામ મદદની ખાતરી આપી હતી.
રાજય રમતગમત મંત્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, રમતક્ષેત્રને વિકસાવવા ધીરજ, ખંત, હિમંત, સદભાવના જરૂરી છે, કુ.સરિતાએ છેવાડા ડાંગ જિલ્લામાં રહીને સાર્થક કરી બતાવ્‍યું છે. કુ.સરિતાએ દેશના ગૌરવ સાથે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. રાજય સરકાર ખેલ મહાકુંભ દરમિયાન પ્રતિવર્ષ રૂા.૪પ કરોડના પુરસ્‍કારો આપવામાં આવે છે. રાજયના ખેલાડીઓને મદદરૂપ બનવા શકિત દૂત યોજના અમલી બનાવી છે. તેઓની તાલીમ સરકાર દ્વારા ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.
નવસારી ધારાસભ્‍ય પિયુષભાઇ દેસાઇ અને ગણદેવી ધારાસભ્‍ય નરેશભાઇ પટેલે કુ.સરિતાને અભિનંદન પાઠવી, તમામ મદદની ખાતરી આપી હતી.
કુ.સરિતાએ નવસારી ખાતે પણ ઓલમ્‍પિકમાં ભાગ લીધો હતો. નવસારી નગરપાલિકા અને ગણપતભાઇ માહલાનો વિશેષ ફાળો રહયો હતો.
નવસારી શહેરની સંસ્‍થાઓએ રૂા.પ૧ થી રૂા.૧૧ હજાર સુધી પુરસ્‍કારો આપ્‍યા હતા.
એન.જે.ગૃપ નવસારી રૂા.એક લાખ
હિતાથ ડેવલપર્સ, રૂા.એક લાખ,
ઓમપ્રકાશ કેળવણી મંડળ,
કરૂણા ચેરીટેબલ ટ્રસ્‍ટ,
સૌરાષ્‍ટ્ર લેઉવા સમાજ,
રોટરી કલબ
રોટરી આઇ કલબ
બિલ્‍ડર્સ એસોસિએશન,
ડાયમંડ મર્ચન્‍ટ,
મહેન્‍દ્ર બ્રધર્સ
નવસારી મેનેજમેન્‍ટ એસોસિએશન
ડીવાઇન્‍ડ પબ્‍લીક સ્‍કુલ
ચેમ્‍બર ઓફ કોમર્સ,
આશાપુરી મંદિર ટ્રસ્‍ટ
રણછોડભાઇ ગાંધી
બૃહદ અનાવિલ સમાજ
પારસી સમાજ,
બાર એસોસિએશન
રામજી મંદિર ટ્રસ્‍ટ
સયાજી લાયબ્રેરી
ભરવાડ સમાજ
કુકણા સમાજ
આદિવાસી સમાજ
સૌરાષ્‍ટ્ર કડવા પાટીદાર
સાઉથ ગુજરાત પૌવા મીલ
નવસારી મેડીકલ એસોસિએશન
મરોલી બજાર વિવિધ કાર્યકારી સહકારી મંડળી
અખિલ હિન્‍દ મહિલા પરિષદ
નવસારી ઢોડિયા સમાજ
વીરવાડી હનુમાન ટ્રસ્‍ટ
શ્રી એ.ડી.પટેલ, દિપક બારોટ
વિજલપોર નગરપાલિકા
વ્‍યાયામ શિક્ષકો
મુસ્‍લિમ સમાજ
માછી સમાજ


Share

Related posts

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાઇક ચોરીને અંજામ આપતા કોટડા ગેંગના બે મુખ્ય આરોપીઓને ચોરીની 23 બાઇકો સાથે ઝડપ્યા.

ProudOfGujarat

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક અકસ્માત સર્જી ફરાર થયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલ ભેગો કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર નજીક હાઇવે પર ખરોડ ચોકડી નજીક નિર્માણ પામતા ઓવરબ્રિજનું કામ બંધ, માર્ગ બિસ્માર બનતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!