ભરૂચ શહેરમાં ચોરી ને અંજામ આપતા ઘણા કિસ્સા ઓ પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં બી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તારમાં રહેલી દુકાનોમાં તસ્કરો એ પોતાનો હાથ અજમાવ્યો હતો.. ત્યારે હવે ભગવાનને પણ તસ્કરોએ ના છોડ્યા હોય તેમ જાણવા મળ્યું છે…
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ ની આશ્રય સોસાયટી નજીક આવેલા જગન્નાથ મંદિર માં રાત્રી દરમિયાન તસ્કરો એ મંદિર ને નિશાન બનાવ્યું છે.. આ ચોરી ની જાણ મંદિર ના પૂજારી કરુણા કરણ પન્ડા રોજ ના નિત્યક્રમ પ્રમાણે મંદિરને બંધ કરી પોતાના ઘરે ગયા હતા.. ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ મંદિર મા પ્રવેશ કરી મંદિરની દાન પેટી તોડીને હજારોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.. કમનસીબે મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા બગડી ગયેલ હોય આ ઘટના કેમેરામાં કેદ થવા પામી ન હતી.. પણ એક વાત તો ચોક્કસ છે કે આ કોઈ જાણભેદુ હોય તેમ પ્રથમ તબક્કે દેખાઈ આવ્યું છે..કારણ કે આ મંદિર ભરચક વિસ્તારમાં આવેલું છે…
મંદિરમા ચોરી થયા ની જાણ મંદિરના પૂજારી ને મળસ્કે જ્યારે મંદિર ખોલવાના સમયે આવ્યા ત્યારે થઇ હતી..જ્યારે દાનપેટીનું તાળું તૂટેલી અવસ્થામાં હતું ..તપાસ કરતા અંદર ભક્તોએ નાખેલી દાનની રકમ પણ ગુમ થઈ હતી.. પુજારીએ મંદિરના ટ્રસ્ટીઓ ને જાણકારી આપી હતી અને ટ્રસ્ટીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે..
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભરૂચ શહેર માં કેટલાક મંદિરો તસ્કરોના નિશાન ઉપર આવ્યા હોવાની બાબતો સામે આવી ચૂકી છે..એવા ફરી એક વાર મંદિર ને નિશાન બનાવી તસ્કરીની ઘટના ને અંજામ આપતા તસ્કર તત્વો પોલીસ ની નાઈટ પેટ્રોલિંગ ની આબરૂના ધજાગરા ઉડાડી રહ્યા છે….