(કાર્તિક બાવીશી ) મહાનગર મુંબઈના ગુજરાતીઓથી ઉભરાતા વિલે પાર્લે પરામા તારીખ ૬/૯/૧૮ની રળિયામણી સાંજે હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ અને શ્રી વિલેપાર્લા કેળવણી મંડળ ના સંયુક્ત ઉપક્રમે 2005થી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન આપનારાનુ વિશિષ્ટ હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક આપી સન્માન કરવામાં આવે છે જેમાં આ વખતે કલાક્ષેત્ર નો પણ ઉમેરો થયો.
સતત આઠ વર્ષથી પ્રખર રામચરિતમાનસ ના ઉપાસક પૂ. મોરારી બાપુના હસ્તે આ સન્માન મેળવનારા ભાગ્યવાનોમા આ વખતે પત્રકારત્વ ક્ષેત્રે દમણગંગા ટાઈમ્સના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાય, સાહિત્ય ક્ષેત્રે સુરેન ઠાકર ‘મેહુલ’ અને કલાક્ષેત્રે પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય – ત્રણે ભૂદેવને પવિત્રશ્રાવણની અગિયારસે સન્માનિત કરવામાં આવ્યા, જેમાં સન્માનપત્ર સાથે રુ.૫૧, ૦૦૦ નો ચેક અર્પણ થયો.
સાહિત્યના કાર્યક્રમમાં સનત વ્યાસ અને ચિરાગ વોરાએ હરીન્દ્ર દવેની સંવાદ પ્રસ્તુતિ- પઠન, ઉપગ્ના પંડ્યા અને આલાપ દેસાઈએ સુમધુર ગીતો રજૂ કરી સંગીતકારોએ બધાને ડોલાવ્યા હતા. શ્રી વિકાસ ઉપાધ્યાય,’ મેહુલ’ અને પુરુષોત્તમભાઇએ પોતાને સન્માનિત થવા બદલ ગૌરવ અનુભવી પૂજ્ય બાપુ તથા આયોજકોનો સહૃદયથી આભાર સાથે આનંદ વ્યક્ત કર્યો હતો. પૂજ્ય બાપુએ ત્રણેયને વિકાસ-આદર્શમૂર્તિ , મેહુલ-આદરમૂર્તિ અને સુરોત્તમ- આનંદમૂર્તિ તરીકે વિશેષ સંબોધન કર્યું હતું .
દક્ષિણ ગુજરાતનુ ગૌરવ : વિકાસ ઉપાધ્યાયને પત્રકારત્વ ક્ષેત્રે મોરારિબાપુએ સ્વર્ગસ્થ શ્રી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકથી નવાજ્યા.
Advertisement