Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

દાહોદ જીલ્લાના રુપાખેડા ગામ ઇસમ ની હત્યા નો ગણતરી ના દિવસોમાં ભેદ ઉકેલાયો ગેરકાયદેસર હથિયાર ના નાણાં ની લેતી દેતી મા હત્યા કરવામાં આવી હોવાનુ બહાર આવ્યુ

Share

દાહોદ જીલ્લાના લીમડી નજીક ગત તારીખ 20-8-18 ના રોજ મીરાખેડી ગામના તળફળીયા ના ઝારી ઝાખરા માથી પગ મા ગોળી વાગેલ હાલત મા રુપાખેડા ગામ ના પારસીગ ભાઇ ભુરીયા ની લાશ મળી હતી જેના પગલે લીમડી પોલીસ દ્વારા મરણ જનાર ના ભાઇ ની ફરીયાદ ના આધારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યા તેમજ આર્મ એકટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જીલ્લા પોલીસ વડા હિતેશ જોઇશર દવારા આ બાબતે ગંભીરતા દાખવી જીલ્લા એલસીબી પીએસઆઇ જાધવ લીમડી પીએસઆઇ પી એમ જુડાલ પ્રો પીએસઆઇ એચ પી દેસાઇ એસઓજી પીએસઆઇ નકુલ પંચાલ ની ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ જેમા પોલીસ દ્વારા ગુનો ના સમયે બનાવ રથળ ના મોબાઈલ ટાવર લોકેશન ના આધારે મૃતક ના સાથો સાથ એકટીવ મોબાઈલ નંબરો તેમજ વારંવાર થયેલ વાત ચીત થઈ તેવા નંબરો નુ એનાલિસીસ કરી જુદા જુદા જુદા નંબર ના સેલ આઇડી એકઠાં કરી શંકાસ્પદ ઇસમો ને પૂછપરછ માટે બોલાવામાં આવેલ જેમાં લીમડી નજીક કાલીમોવડી ગામના નાગા ઉફેં નાગેશ નિનામા પણ શંકાસ્પદ જણાય આવતા અને પુછપરછ માટે બોલાવા માટે તેની તપાસ કરતા મલી આવેલ નહી અને નાસ્તો ફરતો હતો ગઇ કાલે તેના મોબાઈલ નંબર નુ લોકેશન લીમડી ખાતે પોલીસ ને મળતા પોલીસ દ્વારા સચેત બની પ્લાનિંગ કરી જુદી જુદી ટીમ બનાવી ઝડપી પાડવામાં સફળતા મળી હતી જયારે આ બાબતે પૂછપરછ કરતા આ હત્યા માઉઝર પિસ્તોલ ના વેંચાણ ના નાણાં ની લેતી દેતી મા કરી હોવાનુ કબુર કરતા ગણતરી ના દિવસોમાં પોલીસ દ્વારા હત્યા નો ભેદ ખુલવા પામેલ જયારે આ હત્યા મા વાપરવા આવેલ માઉઝર પિસ્તોલ લીલાવા ઠાકોર ગામ ના યોગેશ ખાગુડા પાસે હોવાનુ જણાવતા ગણતરી ની મિનિટોમાં પોલીસે યોગેશ ને ઝડપી પાડવા હતો અને તેની પાસે થી માઉઝર પિસ્તોલ એક જીવતો કારતુસ ગુન્હા મા વપરાયેલ ઇન્ડીકા ગાડી પોલીસે કબજે લીધી હતી જયારે લીમડી પોલીસ દ્વારા વધુ હથિયારો વેચનાર ધોળીદાતી ગામના ભીમસીગ નામ ના ઇસમ ને પણ ઝડપી પાડી તેની પાસે થી માઉઝર પિસ્તોલ દેશી તમંચો કબજે કરી તેના વિરુદ્ધ અલાદી ગુનો આમઁ એકટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનુ જાણવાં મળે છે જયારે હત્યા ના ગુનો ના ઝડપી પાડેલ નાગેશ તથા યોગેશ ને બે વાર ના રિમાન્ડ મંજુર થયા હોવાનુ જાણવાં મળે છે

Advertisement

Share

Related posts

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલના સલાહકારે અંકલેશ્વર સનાતન વિદ્યાલયની મુલાકાત લીધી

ProudOfGujarat

પ્લાસ્ટિક એક મહારાક્ષસ છે જેનો સંદેશ આપતું સુરત મહાનગરપાલિકા.

ProudOfGujarat

વડોદરા : નાથ સંપ્રદાયના સેક્રેટરી દ્વારા શિવજી વિશે અભદ્ર ટિપ્પણી કરતા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!