સુરતઃ 24 કલાકમાં 30 જગ્યા પર 30 સ્પિચ આપવાનો ગિનિસ બુક ઓફ રેકોર્ડ સુરતના પિષુય વ્યાસના નામે થઈ ગયો છે. પિયુષ વ્યાસે જણાવ્યું હતું કે, એક વ્યક્તિને મેં વાત કરી કે, હું 24 કલાકમાં 30 લેક્ચર આપવાનો રેકોર્ડ બનાવીશ. તરત જ એ વ્યક્તિએ મને કહ્યું કે, આ રેકોર્ડ ઈન્ડિયામાં ન બને તમે ટ્રાય કરવાનું રહેવા દો, તમારો સમય બરબાદ થશે. જ્યારે તમે કંઈ નવું કરવા જાવ છો ત્યારે લોકો તમને તોડવાની કોશીષ કરશે. તેની તરફ ધ્યાન આપવાની જગ્યાએ તમે માત્ર તમારા ગોલ પર ફોકસ કરો.
શહેરની 30 સ્કૂલમાં 24 કલાકમાં લેક્ચર આપ્યા હતાં
અલગ અલગ 30 જગ્યા પર લેક્ચર આપવામાં આવ્યા હતાં. જેમાં સી.બી પટેલ સ્કૂલ, જી.ડી ગોએન્કા સ્કૂલ, ઓરો યુનિવર્સિટી, સેન્ટ્રલ મોલ, વીએલસીસી, એમટીબી કોલેજ, રામ ક્રિષ્ના સ્કૂલ, તેરા પંથ ભવન, સર્કિટ હાઉસ, મહેશ્વરી ભવન અને ચેમ્બર ઓફ કોમર્સ મળીને કુલ 30 જગ્યા પર આપ્યા હતાં.લેક્ચર 30 જગ્યા પર 12થી 15 મિનિટનું લેક્ચર આપવામાં આવ્યું હતું. 24 કલાકમાંથી 6 કલાક સ્પિચ આપવામાં આવી હતી. જ્યારે અલગ અલગ 30 જગ્યા પર પહોંચવા માટે 10 કલાક જેટલો સમય થયો હતો.
લેક્ચરમાં શું કહ્યું?
લેક્ચરમાં વાત કરી હતી કે, માત્ર રોડ અને રસ્તાઓ બનાવવાથી સ્માર્ટ સિટી તૈયાર નથી થતું. સ્માર્ટ સિટી બનાવવા માટે માણસે પણ સ્માર્ટ બનવાની જરૂર છે. આપણે ત્યાં લોકો ગવર્મેન્ટની વસ્તુઓ અને સેવાનો ઉપયોગ કરે છે પરંતુ એને સાચવવાની જવાબદારી માત્ર સરકારની હોય તેવું જ માને છે. રોજ રસ્તા પર ગંદગી કરવામાં આવે છે. સિટી બસનો ઉપયો કરીને તેમાંથી અમુક વસ્તુઓ કાઢી લેવામાં આવે છે તો અમુક વસ્તુઓની ચોરી કરી લેવામાં આવે છે. બધી જ સુવિધા હશે પરંતુ લોકો સ્માર્ટ નહીં બને તો સ્માર્ટ સિટીનું સર્જન થશે નહીં. પરંતુ જ્યારે લોકો જ સ્માર્ટ બનશે એટલે સિટી ઓટોમેટિક સ્માર્ટ બની જશે.
સુરતના પિયુષ વ્યાસે બ્રાયન જેકશનનો રેકોર્ડ તોડયો
અમેરિકાના બ્રાયન જેકશનના નામે 24 કલાકમાં 24 લેક્ચર આપવાનો રેકોર્ડ હતો. પિયુષ વ્યાસે 24 કલાકમાં 30 લેક્ચર આપીને બ્રાયન જેકશનનો રેકોર્ડ તોડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. પિયુષ વ્યાસે 30 જગ્યાઓ પર લેક્ચર આપ્યા હતાં. જેમાં એમણે વિવિધ વિષયો પર વાત કરી હતી. એમણે ન્યુ ઈન્ડિયા, કનસેપ્ટ અંતર્ગત સ્માર્ટ ઈન્ડિયા, સેવ ચાઈલ્ડ ગર્લ્સ, સ્માર્ટ સિટી, ડિજીટલ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા જેવા વિષયોને સાંકળીને લેક્ચર આપ્ય હતાં.. Courtesy _DB