Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાયદાના રખેવાળને જ કરાવ્યું કાયદાનું ભાન, 3 કલાકમાં 53 પોલીસકર્મીઓને દંડ..જાણો વધુ

Share

 
અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સફાઈ અને ટ્રાફિક ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ટ્રાફિક નિયમન ભંગ કરતી સામાન્ય જનતાની સાથે સાથે કાયદાની રખેવાળ કરતી પોલીસ પણ રડારમાં આવી છે. આ પોલીસકર્મીઓ કાયદાનું પાલન કરે છે કે નહીં તે જાણવા માટે ગુરુવારે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ગોઠવી હતી. આ ડ્રાઈવમાં કેટલાક પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા દેખાયા હતા. ટ્રાફિકની આ ડ્રાઈવ ગાયકવાડ હવેલી ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ કમિશનર શાહીબાગ, એલિસબ્રીજ પોલીસ લાઈન અને રાયખડ પોલીસ લાઈન પાસે યોજાઈ હતી જેમાં માત્ર 3 કલાકમાં 53 પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરતા પોલીસના ચલાન ફાડ્યા
ગુરુવારે અમદાવાદના 4 સ્થળો પર ટ્રાફિર પોલીસે ડ્રાઈવ ગોઠવી હતી જેમાં 53 પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બે પોલીસકર્મીઓ સીટબેલ્ટ ન પહેરવા બદલ ગુનો નોંધાયો હતો. ટ્રાફિક નિયમોનો ભંગ કરતી પોલીસ પાસેથી રૂ.5300નો દંડ વસુલવામાં આવ્યો હતો. સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરનારા પોલીસકર્મીઓને ચલાન આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને દંડ ફટકાર્યો તેવી આ પહેલી ઘટના છે…સૌજન્ય DB

Advertisement

Share

Related posts

ભરૂચ-ઝૂંપડપટ્ટી માં રહેતા અને ૨૦૦ રૂપિયા રોજ કમાતા વ્યક્તિ ને મળી ૨૦૦ કરોડ ની કરચોરી અંગેની નોટિસ,પંથકમાં ખળભળાટ…

ProudOfGujarat

બુલેટ ટ્રેન બ્રિજની સપોર્ટીંગ લોખંડની પ્લેટોની થયેલ ચોરીમાં બે ઇસમોને પકડી પાડતી વડતાલ પોલીસ

ProudOfGujarat

નડિયાદ : વસોના પેટલી પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!