ભરૂચ ના શ્રવણ ચોકડી વિસ્તાર માં મોટી સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો.હોદ્દેદારો અને શાળા ના બાળકો પ્રતીક ઉપવાસમાં જોડાયા હતા..અને માંગણી કરવામાં આવી હતી કે ભરૂચના કોલેજ રોડ પર બની રહેલા નવા બ્રિજ ને આગળ સુધી લંબાવવામાં આવે તેમજ શ્રવણ ચોકડી ઉપર નવા બ્રિજ ની માંગણી કરવામાં આવી હતી…
ભરૂચ માં શ્રવણ ચોકડી વિસ્તાર માં બ્રિજ ન હોવાના કારણે વાહન ચાલકોને અને લોકો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે..અવાર નવાર ચોકડી ઉપર ટ્રાફિક જામ જેવી સમસ્યા ના કારણે અકસ્માત નો ભય લોકોમાં રહે છે..તેમજ શાળા એ જતા વિદ્યાર્થીઓ અને ઇમરજન્સી સેવા ઓ ને આ ટ્રાફિક ના કારણે ભારે હાલાકી પડતી હોય છે…જે બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપરસ્થિત રહી પ્રતીક ઉપવાસ માં જોડાયા હતા….
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે જો આ પ્રશ્ર્નો ને સરકાર ગંભીરતા થી નહિ લે તો આગામી દિવસોમાં કોંગ્રેસ સમિતિ રસ્તા ઉપર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે અને બ્રિજ ન બને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી…..