Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના બી.આર. સી. ભવન ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ એમ્પાવરમેન્ટ પરશન્સ વિથ ઇન્ટેલેક્ચરલ ડિસેબીલીટી અને સર્વ શિક્ષા અભિયાન ના ઉપક્રમે 281 દિવ્યાંગ બાળકોને રૂ.20.50 લાખથી વધુની શિક્ષણની કીટ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન થયું હતું.

Share


(કાર્તિક બાવીશી )દિવ્યાંગ બાળકો પણ સામાન્ય બાળકોની કક્ષામાં આવી સમાજની મુખ્ય હરોળમાં આવી જીવન વ્યતીત કરી શકે તેવા હેતુથી કેન્દ્ર સરકાર અને એન.જી.ઓ અને સર્વ શિક્ષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે 3થી18 વર્ષના દિવ્યાંગ બાળકોના વિકાસને ધ્યાનમાં રાખી દેશભરમાં અભિયાન ચલાવવામાં આવે છે.જે અંતર્ગત મંગળવારે વલસાડમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત દિલ્હી સંસ્થાના એચ.ઓ.ડી. મોસમી ભોમિક.એ જણાવ્યું કે દિવ્યાંગ બાળકોનું સમાજમાં સારું પૂન વસન થાઈ, બાળકો ઉંમરના હિસાબે બૌદ્ધિક વિકાસ થાય,બૌદ્ધિક ક્ષમતા વધે તેને ધ્યાનમાં રાખી બાળક નો શારીરિક વિકાસ જ નહીં,પરંતુ ભાવ વિકાસ, સામાજિક વિકાસ, વાતચીતનો વિકાસ ને ધ્યાનમાં રાખી એક શેક્ષણિક કીટ બનાવાઈ છે,જેમાં ઉંમર મુજબ તમામ પ્રકારની વસ્તુઓ મોબાઈલ,પઝલ,રંગોની ઓળખ,કેલકુલેટર સહિત 10 થી15 વસ્તુઓ સમાવતી શેક્ષણિક બેગ દરેક બાળકને આપ વામાં આવી છે,જેના થકી વાલીઓ બાળકને ઘરે પણ સમજાવી,શિખાવી શકશે.પ્રતિ બૅંગની કિંમત રૂ.15 હજારની આસપાસ છે.ડી.પી.ઓ જે.પી.પ્રજાપતિએ અપાયેલા શૈક્ષણિક કીટનો વાલીઓ મહત્તમ ઉપયોગ પોતાના બાળકો માટે કરે તેવું આહવાન કર્યું હતુ.

Advertisement

Share

Related posts

પંચમહાલ : કાકણપુર પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ…

ProudOfGujarat

અંકલેશ્વર : નવી નગરીમાં જુગાર રમાડતી મહિલા સહિત 6 જુગારિયાઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્પિત આવક સાથે પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!