Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ અતુલ મુખ્યમાર્ગ ઉપર વશિયર નજીક એક અલ્ટોકાર ચાલકે અચાનક વણાંક લઈ લેતા પાછળ આવતા એક બાઇક ચાલક અલ્ટો કારમાં અથડાયા બાદ હવામા ફંગોળાઈને સામેના ટ્રેક ઉપર આવતી સ્વીફ્ટ ડિઝાયર સાથે અથડાતા ગંભીર ઈજાઓને પગલે તેનું મોત થયુ હતું ઘટના બનતા રૂરલ પોલીસ સ્થળ ઉપર પોહચી હતી

Share

(કાર્તિક બાવીશી ,તસવીર કેયૂર મિસ્ત્રી )વલસાડ અતુલ માર્ગ ઉપર આજે બપોરે 11 વાગ્યાની આસપાસ એક અલ્ટો કાર નંબર જી જે ૧૫ સી ડી ૬૭૦૧ પૂરપાટ ઝડપે આવી રહી હતી આ કાર ચાલકે વશિયર નજીક અચાનક વણાંક લઈ લેતા તેની પાછળ યુનિકોન બાઇક લઈ ને આવી રહેલ હરિશંકર ભાઈ અલ્ટો કારમાં બાઇક લઈ આથડાયા બાદ હવામાં ફંગોળાયા અને સામેના ટ્રેક ઉપર થી આવતી એક સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર ડિડી ૦૩- કે- ૦૬૦૨ માં અથડાતા તેમને થયેલી ગંભીર ઇજાઓને પગલે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું હરિશંકર ભાઈ વલસાડ સુગર ફેકટરી ની પાછળના ભાગે રહેતા હોવાનું બહાર આવ્યું હતું ઘટના બનાતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા તે પણ સ્થળ ઉપર પોહચી આગળની તપાસ શરૂ કરી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ડિસ્પેન્સરી આરોગ્ય કેન્દ્ર સામે ટ્રેક્ટર ખાડામાં બીમાર પડ્યું

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ) ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં માતર ગામ ખાતે ખેતરમાં દવા છાંટવા ગયેલ ખેડૂતને દવાની અસર થતા સારવાર દરમિયાન મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!