રાજકોટ: હાલ ઇન્ડોનેશીયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2018માં રાજકોટ રેલવે સ્ટેશનમાં ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવતી મહિલા એથ્લીટ નીના વર્કલે લાંબી કૂદમાં સિલ્વર મેડલ મેળવી રાજકોટ સહિત દેશભરનું નામ રોશન કર્યું છે. નીના વર્કલે લાંબી કૂદની સ્પર્ધામાં ફાઇનલ રાઉન્ડમાં 6.51 મીટર લાંબી છલાંગ લગાવીને બીજો નંબર પ્રાપ્ત કરી દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે.
નીના વર્કલ મૂળ કેરળની
નીના વર્કલ મૂળ કેરળની વતની છે. 17 ફેબ્રુઆરી 2012માં તેની રાજકોટ રેલવે મંડળમાં નિયુક્તી થઇ હતી. હાલ તે રાજકોટ રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર તરીકેની ફરજ બજાવે છે. નીના વર્કલ પહેલેથી જ એથ્લીટ છે. 2017માં એશિયન એથ્લેટીક ચેમ્પિયનશીપમાં તેણે લાંબી કૂદ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. સાથોસાથ 2017માં જ ચીનમાં આયોજીત એશિયન બેન્ડ પ્રિક્સ એથ્લેટીક મીટમાં દેશને એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ અપાવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાની લાંબીકૂદ સ્પર્ધામાં તેણે 6 વર્ષ સતત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતા…સૌજન્ય DB