Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીની ૨૧ એસ.ટી બસો વિછીયા મોકલવાથી ૬૦ ટકા જેટલા રૂટો બંધ થતા વિદ્યાર્થીઓને અને મુસાફરોને હાલાકી

Share

લીંબડી તારીખ ૨૭/૮/૧૮ કલ્પેશ વાઢેર

Advertisement

લીંબડી બસ સ્ટેશન અવાર નવાર અલગ અલગ કિસ્સાઓમાં છાપે ચડે છે અને આજે વળી એકવાર બસો નહી આવવાથી અને બસોને વિછીયા તાલુકામાં મોકલેલ જેથી વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

સરકારના અલગ અલગ કાર્યક્રમોમાં સરકારી એસ.ટી બસોનો ઉપયોગ થતો હોય છે જેના કારણે અમુક ચોકકસ રૂટો બંધ કરી દેવામાં આવતા હોય છે ત્યારે આવી રીતે રૂટો બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આજે સવારે વિદ્યાર્થીઓને રોજ પ્રમાણે લીંબડી થી સુરેન્દ્રનગર અભ્યાસ અર્થે અપડાઉન કરતા હોય છે ત્યારે લીંબડીની એસ.ટી બસો વિછીયા મોકલાથી ૬૦ ટકાથી પણ વધારે રૂટો બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને મુશ્કેલી ઉભી થઇ હતી…… અને બસોમાં ઢોર ભરે તે રીતે બસમાં પેસેન્જરો ભરવામાં આવ્યા હતા ત્યારે બસમાં જગ્યા બાબતે પેસેન્જરોમાં તુ તુ મે મે જેવા દશ્યો સર્જાયા હતા અને ઘણા વિદ્યાર્થીઓ આવી ભીડ ભાળીને ઘરભેગા થઇ ગયા હતા……. આ છે આપણું ડીઝીટલ ગુજરાત


Share

Related posts

જંબુસર તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી વી.ઇ.સી.એલ. કંપની કેનાલ ઓવરફ્લો થતાં ખેતીની જમીન અને પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા નુકસાની વળતર આપવાની માંગ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પરના ઓવરબ્રિજ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.એકનું કરુણ મોત. જયારે પાંચ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

નેત્રંગ : પ્રાથમિક શાળામાં ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!