આ અત્યંત રમણીક અને પાવન ધામમાં શ્રી અઘોરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર સમગ્ર ભરૂચ જીલ્લામાં અને વાલીયા તાલુકામાં શ્રધ્ધા અને ભક્તિનું કેંદ્ર બન્યું છે. આ અત્યંત રમણીય અને પાવન ધામમાં શ્રી અઘોરેશ્વર મહાદેવનાં ચમત્કારિક લિંગ સાથે અહીયા શ્રી ગણેશજી, શ્રી દત્તાત્રેય ભગવાન અને બળીયાદેવ બાપજીની મૂર્તિઓ બીરાજમાન છે મંદિરની સામે પક્ષશાળા અને પાછણના ભાગમાં ધર્મશાળાનુ નિર્માણ કરાયું છે આ પવિત્ર મંદિરમાં બીરાજમાન પ્રાત: સ્મરણીય અઘોરેશ્વર દાદાના દર્શન માટે શ્રાવણ માસનાં તથા દર સોમવાર, અગિયારસ તેમજ મહાશિવરાત્રી અને અન્ય ધાર્મિક તહેવારોના દિવસે શ્રધાળુઓનો મોટો મહેરામણ ઉમટે છે. પુજ્ય દાદાનાં દર્શન કરી દર્શનાથીઓ જીવનની ધન્યતા અનુભવે છે. મંદિરની બાજુમાં આવેલ બાલક્રિડાગણ મંદિરની શોભામાં વધારો કરે છે. દર સોમવારે સાંજે શિવ મહિમા સ્ત્રોતનો પાઠ થાય છે દર્શને આવતા ભાવિક ભક્તો માટે વિવિધ સગવડો ઊભી કરવા માટે શ્રી અઘોરેશ્વર ટ્રસ્ટના સભ્યો દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ રહી છે.
વાલીયા તાલુકાનાં તુણા ગામ ખાતે આવેલ શ્રી અઘોરેશ્વર મહાદેવનું સ્વંયભુલિંગ તથા મંદિરની તસવીર