આજ રોજ ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ રેલ્વે ગારનાળામાં બપોરના સમયે સ્કુલ બસ ફસાઈ જવાની ઘટના બની હતી.
ભરૂચની આનંદ નિકેતન સ્કુલની વિધ્યાર્થીઓ લઈ જતી સ્કુલ બસ કલેક્ટર કચેરી નજીક આવેલ ગરનાળામાં બસની ઊપર આવેલ લગેજ રોડ ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. બસ ડ્રાઈવરે સ્થાનિક લોકોની મદદ લઈ ધીરે-ધીરે ગરનાળામાં થી બસ કાઠી બસ રવાના કરાઈ હતી.
Advertisement
બસ ગરનાળામાં ફસાવાના સમયે સ્કુલ બસમાં વિધ્યાર્થીઓ ન હતા જેથી કોઈ અપ્રિય ઘટના બની નથી