૧૦ દિવસ માં દશામાંની પુજા અર્ચના આરધના બાદ અંતિમ દિવસે જાગરણ કરી માં ને ભક્તિભાવ પુર્વક વીદાય આપતા નર્મદા ઓવારે કાદવ-કિચડ હોવા છતા ભક્તોએ નીલકંઠેશ્વર નર્મદા ઓવારે કિલો મીટરનો કાદવ ખુદીને માં ને વિદાય આપી હતી તો દશાશ્વમેઘ ઘાટ ઉપર તો નર્મદા ના વહેણના અભાવે હિન્દુ સંગઠનો એ ૪૫૦૦ થી વધુ પ્રતિમા ઓ એકત્રીત કરી નર્મદા ના જળમાં પધરાવી હતી.
સોમવારની રાત્રીએ દશામાં નુ વ્રત કરનારા ભક્તો એ જાગરણ કરી રાત્રીના ૧૧ વાગ્યાથી માં ને વિદાય આપવા માટે વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી.
જો કે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નર્મદાના ઓવારે નર્મદાના નીર સુધી જવા માટે ૧ કિલો મીટર નો કાદવ કીચડ જોઈને ભક્તો ભારે મુજવણમાં મુકાઈ ગયા હતા.
પરંતુ માં દશામાંની ૧૦ દિવસની પુજા-અર્ચના કરી હતી એટલે એક કિલો મીટરનો કાદવ-કીચડ અને તે પણ ઘુટણ સમા કાદવ-કીચડ હોવા છતા પણ ભક્તો એ માં દશામાને નર્મદા જળમાં પધરાવી વિદાય આપી હતી .
જો કે ૨ કિલો મીટર દુર નર્મદા ના નીર હોવાથી ભક્તોની પ્રતિમાઓ હિન્દુ સંગઠન આર.એસ.એસ. ટાઈગર એકતા ગ્રુપ ક્લીન ભરૂચ ક્લીન નર્મદા સહિતના વિવિધ સેવા ભાવી સંસ્થાઓ સંગઠનના કાર્યકરો એ ખડે પગે રહી ભક્તોની માતાજીની મૂર્તિઓ એકત્રીત કરી સવારે ટ્રેકટરોમાં લઈ જઈ માતાજીને વિદાય આપી હતી.