લીંબડી તારીખ ૨૦/૮/૨૦૧૮
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
૯૦૩૩૯૫૮૫૦૦
દેશના અલગ અલગ રાજયો માંથી અવાર નવાર પૌરાણિક ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે ત્યારે આજે સુરેન્દ્રનગર લીંબડીથી આશરે ત્રણ કિલોમીટર દુર થી પૌરાણિક મુસ્લિમ સલ્તનત દરમિયાનના ચાદીના સિકકા મળી આવતા લોકો આ સિકકાઓ શોધવા ઉમટી પડયા હતા
લીંબડી રાજકોટ હાઇવે લીંબડીથી આશરે ત્રણ કિલોમીટર દુર છાલીયા તળાવ સામેના ભાગ પાસે ગત દિવસ રવિવારે એક કાર રોડ નીચે ઉતરી ગયેલ ત્યારે આ કારણે બહાર કાઢવા એક ટ્રેકટર બોલાવવામાં આવેલ અને આ કારને બહાર કાઢવામાં આવેલ તે સમય દરમ્યાન આ જગ્યાએથી જમીનમાંથી એક માટીની માટલી મળી આવી હતી અને આ માટલીને તપાસતા તેમાથીં ચાદીના પૌરાણિક મુસ્લિમ સલ્તનત દરમિયાનના ચાદીના સિકકા મળી આવ્યા હતા પણ કોઇ અજાણ્યો વ્યકિત આ માલટી લઇ રફુચકકર થઇ ગયેલ પણ આ જગ્યાને ખોદતા બીજા આવા પૌરાણિક સિકકાઓ મળી આવતા હતા આ બાબતે વાયુવેગ વાત ચડતા આજુબાજુના ગામડાઓના લોકો આ સિકકાઓ શોધવા ઉમટી પડયા હતા
ત્યારે આ પૌરાણિક સિકકાઓ શોધવા નાના બાળકો, મહિલાઓ અને પુરૂષો આવી આ જગ્યાનું ખોદકામ કરતા નજરે ચડયા હતા, આ સમયે અમુલ લોકોને આ પૌરાણિક મુસ્લિમ સલ્તનત દરમિયાનના અરબી ભાષાના દર્શાવતા સિકકા મળતા હતા અને આ બાબતે હજુ તંત્રને કોઇપણ પ્રકારની માહિતી નહી હોય તેમ લાગી રહયું છે કેમ કે લોકો આ સિકકાઓ શોધી રહયા છે પણ તંત્ર આ બાબતથી અજાણ છે