લીંબડી તારીખ 20/8/2018
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર લીંબડી સિવિલ હોસ્પિટલમાં હાલે ડોકટરોની અછત હોવા છતાં કામગીરી સારી થઈ રહી છે કેમ કે લીંબડી ઈન્ચાર્જ સિવિલ સર્જન ડોકટર ડી.કે.પરમાર સાહેબ જેઓ હાર્ટના સ્પેશ્યાલીસ્ટ છે તેમ છતાં બીજા અન્ય રોગોનાં દર્દીઓની તપાસ કરતાં હોય છે તેમજ આંખનાં સર્જન ડોકટર વેસેટીન સાહેબ જેઓની આખને લગતી કામગીરી પ્રસશનીય છે આ બન્ને ડોકટરો થી ચાલતું હોસ્પિટલ કહીએ તો ખોટું નથી પણ રાત્રેના સમય દરમ્યાન આ હોસ્પીટલમાં લીબડીના રખડતા વારસી બિનવારસી ઢોરોનો અલગ અલગ જગ્યાએ ઢગલો જોવા મળે છે શું આ ઢોર કોઈની માલિકીના છે જો હા તો લીંબડી હોસ્પિટલમાં શું કરી રહ્યા છે શું આ ઢોર દાદાગીરી થી રાખવામાં આવે છે આવા અનેક સવાલ સર્જાઈ રહ્યા છે આ રખડતા ઢોર નો ઢગલો મેઈન ગેઈટ દર્દીઓને જવાનાં રસ્તે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં, બગીચામાં રાત્રીના સમયે જોવા મળે છે અને દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે