Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

પંચમહાલ :શહેરા તાલુકાના દલવાડા ગામે લૂંટારુઓ ત્રાટકયા,સોના ચાંદી સહિતના દાગીનાની લુંટ

Share


શહેરા ,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે ત્રણ જેટલા રહેણાક મકાનોમાં મોડી રાતે લુંટારુઓ ત્રાટકયા હતા અને સોનાચાંદીના દાગીના સહીતની લુંટ ચલાવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ જીલ્લામાં શહેરા તાલુકાના દલવાડા ગામના નિશાળ ફળિયામા તેમજ ડોડિયાણી ફળીયામા આવેલા ત્રણ જેટલા મકાનોમા ૧૦ જેટલા લૂટારુઓએ લૂંટ ચલાવતા ફફડાટ મચી જવા પામ્યો છે.મોડી રાતે આ લૂંટારુઓએ અહીના મકાનોના પરિવારના સભ્યોને બંધક બનાવીને બંદૂકની અણીએ બંધક બનાવી ઘરમા રહેલી તિજોરી તેમજ પેટીમા મુકેલા સોના ચાંદી દાગીના સહિત ની ચલાવી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ પોલીસને થતા જીલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી તેમજ શહેરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.બનાવના પગલે ડોગ સ્કોર્ડ પણ બોલાવામા આવી હતી.ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઊમટયા હતા.લુટના બનાવના પગલે દલવાડા તેમજ આસપાસના ગ્રામજનોમા ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે કાયમી આચાર્ય પદે ડૉ. પાર્થિવ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડિયા:તાડનું ઝાડ ચાલુ વીજ લાઈન પર પડતા એક વ્યક્તિનું મોત….

ProudOfGujarat

બાળકોના જન્મ નોંધણી મામલે ગુજરાત દેશમાં 7 માં ક્રમે, સુરતમાં 86,527 બાળકના જન્મની નોંધણી થઈ.

ProudOfGujarat

1 comment

Ashok Makwana August 19, 2018 at 4:40 pm

બહુ ખૂબ સરળ આવા સમાચાર મળે તો જાણવા મળે

Reply

Leave a Comment

error: Content is protected !!