તેજસ્વી તારલાઓને પારિતોષિકો એનાયત કરાયાં…
ભરૂચ સ્થિત માટલીવાલા સ્કુલ ખાતે વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો સાથે સ્વાતંત્ર્ય પર્વની રંગસભર ઉજવણી કરાઈ હતી.
Advertisement
માટલીવાલા સ્કુલનાં ટ્રસ્ટી અહેમદભાઈ પટેલનાં હસ્તે ધ્વજવંદન બાદ શાળાનાં વિધ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગતાં સુંદર સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રજુઆત કરાઈ હતી. જેને ઉપસ્થિત ટ્રસ્ટીગણ, શિક્ષકો, વાલીઓ તથા આમંત્રિતો એ માણી હતી. કાર્યક્રમનાં અંતે શાળાનાં તેજસ્વી તારલાઓને ટ્રસ્ટી અહેમદભાઈ પટેલનાં હસ્તે પ્રોત્સાહન રૂપે વિવિધ પારિતોષિકો એનાયત કરાયાં હતાં.