નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે… તેમનું પાર્થિવ શરીર તેમના સરકારી નિવાસસ્થાન કૃષ્ણ મેનન માર્ગ ખાતે રાખવામાં આવ્યું છે. તેમના સરકારી નિવાસસ્થાને પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. આવાસની બહાર લાંબી લાઈન લાગી છે.
મળતી માહિતી મુજબ તેમનું પાર્થિવ શરીર સવારે 9 વાગે અંતિમ દર્શન માટે ભાજપ હેડક્વાર્ટરમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા બપોરે 1.30 વાગે કાઢવામાં આવશે. તેમના સરકારી નિવાસસ્થાને તેમના પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે.
સ્મૃતિ સ્થળે ચાર વાગે થશે અંતિમ સંસ્કાર
અટલજીના અંતિમ સંસ્કાર સાંજે ચાર વાગે દિલ્હીના સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે. આ જાણકારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આપી. શાહે કહ્યું કે લોકો શુક્રવારે સવારે સાડા સાત વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી તેમના નિવાસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે. અટલજીના નિધન પર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
ભાજપના હેડક્વાર્ટરમાં રખાશે પાર્થિવ દેહ
સ્મૃતિ સ્થળ પર અંતિમ સંસ્કાર એક ઊંચા સ્થળ પર કરવામાં આવશે. જે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલો છે. સ્મૃતિ સ્થળ જવાહરલાલ નેહરુના સ્મારક શાંતિ વન અને લાલ બહાદુર શાસ્ત્રીના વિજય ઘાટની વચ્ચે આવેલો છે. પૂર્વ વડાપ્રધાન આઈ કે ગુજરાલના અંતિમ સંસ્કાર યમુના નદીના કિનારે ડિસેમ્બર 2012માં સ્મૃતિ સ્થળ પર કરવામાં આવ્યાં હતાં. શાહે કહ્યું કે ત્યારબાદ સવારે નવ વાગે તેમનો પાર્થિવ દેહ દીન દયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત ભાજપ હેડક્વાર્ટરમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે અંતિમ યાત્રા બપોરે એક વાગે ભાજપ હેડક્વાર્ટરથી શરૂ થશે. અને અંતિમ સંસ્કાર સાંજે ચાર વાગે કરવામાં આવશે.
સાત દિવસના શોકની જાહેરાત
વાજપેયીજીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને કેન્દ્ર સરકારના તમામ કાર્યાલયોમાં અડધા દિવસની રજા રહેશે. વાજપેયીજીના સન્માનમાં સરકારે સાત દિવસના શોકની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે સર્ક્યુલર જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રીય ધ્વજ સમગ્ર દેશમાં અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. ગૃહ મંત્રાલયે કહ્યું કે વાજપેયીના સન્માનમાં સમગ્ર ભારતમાં 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજકીય શોક મનાવવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે વિદેશમાં પણ તમામ દૂતાવાસોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેેશે..સોોજન્ય જી…….