નવસારી શહેર દેશભકિતના ગાન સાથે ગુંજી ઊઠયું :
જીગર નાયક,નવસારી
દેશ પ્રત્યે રાષ્ટ્રભાવના કેળવાઇ અને લોકોમાં જાગૃતતા કેળવાઇ તે હેતુસર નવસારી ખાતે સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાને તિરંગાયાત્રા યોજાઇ હતી. નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયાએ સંસ્કાર ભારતી સ્કુલ ખાતે તિરંગાયાત્રાનો લીલીઝંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગાયાત્રામાં પોલીસ બેન્ડની સુરાવલી સાથે પોલીસ જવાનો સહિત અન્યોની ૭૨ બાઇક સાથેની રેલી અને ખુલ્લી જીપમાં રાષ્ટ્રઘ્વજ સાથેની યાત્રા આશાપુરા માતાજી મંદિર, દૂધિયા તળાવ, સરકીટ હાઉસ, લુન્સીકૂઇ જુનાથાણા, કાલિયાવાડી થઇ ચોવીસી આર.ડી.પટેલ હાઈસ્કુલ ખાતે પહોંચી હતી. જયાં યુવાનોને દેશનની અખંડતાના શપથ લીધા હતી. માર્ગમાં આ રેલીનું દેશભકિતગીત અને ફૂલો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રઘ્વજને આન-બાન-શાન સાથે સલામી આપી, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ મશાલને પ્રજજવલિત કરી હતી. તિરંગાયાત્રા સમાપન અવસરે દેશભકિતગીતોની ધૂન ગુંજી ઊઠી હતી.
તિરંગાયાત્રા પ્રારંભ અને સમાપન અવસરે જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયા, કબીલપોરના સરપંચ છનાભાઇ, ચોવીસીના સરપંચ ઇલાબેન, પ્રાંત અધિકારી કુ.નેહા, શાળાના ટ્રસ્ટી ઓમપ્રકાશ અગ્રવાલ, રમતગમત અધિકારી ગેસ્ટ્રોલ વળવી, શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, એમ.જી.વ્યાસ, સહિત નગરજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.