શહેરા,
પંચમહાલ જીલ્લા શિવસેના પ્રમુખ લાલાભાઇ ગઢવી વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ શહેરા પોલીસ સ્ટેશનમા ગોધરાના એક શખ્શે ખોટી રીતે નોધાવી હોવાના આક્ષેપ સાથે આજે શિવસેનાના કાર્યકરોએ શહેરા પ્રાન્ત કચેરીએ આવેદનપત્ર આપ્યુ હતુ
પંચમહાલ જીલ્લાના શિવસેનાના પ્રમુખ લાલાભાઈ ગઢવી વિરુધ્ધ ગોધરાના પ્રવિણ પારગી નામના ઇસમ દ્રારા એટ્રોસિટીની ફરિયાદ નોધાવી છે.તેના અનુસંધાનમા શહેરા તાલુકાના શિવસેનાના કાર્યકરોએ ભેગા મળીને તાલુકા પ્રાન્ત કચેરી શહેરા ખાતે જઇને આવેદન પત્ર આપ્યુ હતુ જેમા જણાવામા આવ્યુ હતુ.ગમન બારીયાના મુવાડા ગામે રહેતા પંચમહાલ જીલ્લાના લાલાભાઈ ગઢવી આદરણીય વ્યક્તિ છે.તેમની ઉપર એટ્રોસીટીની કલમ લગાડવામા આવી છે. ઘટના સ્થળ મરુડેશ્વર મંદિર બતાવે છે.તે ટાઇમે તે મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામા હતા.મરુડેશ્વર મંદિરે સીસી ટીવી કેમેરા પણ છે.તો ત્યાની તપાસ કરવામા આવેલ નથી.લાલાભાઈ દોષિત હોય તેમને કડક સજા આપવામા આવે અને જો નિર્દોષ હોય ફરિયાદી સામે કડક કાર્યવાહી કરવામા આવે .આની પાછળ કયુ રાજકીય પક્ષ જવાબદાર છે.તે બહાર લાવાનુ કામ સીબીઆઇને સોપવામા આવે તેવી માંગ કરવામા આવી છે.કાર્યકરો હાજર રહીને આવેદનપત્ર આપ્યુ હતુ.