પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગઇ રાત્રી ના આઠેક વાગ્યાના સુમારે હાંસોટ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ. એ. એચ. પટેલ અને સ્ટાફના કર્મીઓ સાથે પેટ્રોલિંગ કરવા જઈ રહ્યાં હતાં ત્યારે રાયમા નજીક ટેન્કર નંબર Gj.16.Z. 8738 ઉભેલ હતું તેમાં શક જણાતાં તેની તલાસી કરતાં ચાર જેટલા ઇસમો ટેન્કર માંથી પેટ્રોલ કાઢી સગેવગે કરતાં હતાં પોલીસ ને જોઈ બે ઇસમો ભાગી છૂટયા હતા જ્યારે ડ્રાઈવર હિતેન્દ્ર સિંહ સરદાર સિંહ રાય રહે જનોર અને ક્લીનર અજીતસિંહ હરીસિંહ સુતરીયા રહે ભરૂચ નાઓ રંગે હાથ ઝડપાઇ જતાં તેમની પૂછપરછ કરતાં તેમણે આ ટેન્કર હજીરા એચ પી કંપની માંથી પેટ્રોલ ભરી ભરૂચ એફ. એમ. કંપની માં પહોંચાડવાંનું હતું જ્યારે ભાગી જનાર બે ઈસમો રઘુવીર સિંહ તથા વિજય સિંહ જેઓ હાંસોટ તાલુકાના રાયમા ગામના વતની છે. તેમની સાથે 6 થી 7 મહિનાથી પેટ્રોલ સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે પેટ્રોલ અને ટેન્કર મળી 34,47,857 ( ચોત્રીસ લાખ સુડતાળીસ હજાર આઠસો ) મુદામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે