જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી ભરૂચ જિલ્લામાં રાફડા ની માફક ખુલી ગયેલાં સ્પા મસાજ સેન્ટરો પર પોલીસે દરોડા પાડી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ શહેરમાં ડી.વાય.એસ.પી એન.ડી.ચૌહાણ સાથે રહીને શ્રવણ ચોકડી તથા સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ ૮ જેટલાં સ્પા મસાજ સેન્ટરો પર દરોડા પાડી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જ્યારે અંકલેશ્વરમાં પાડવામાં આવેલા દરોડામાં ડીવાયએસપી એલ.એ.ઝાલા,અંકલેશ્વર શહેર પોલીસ મથકનાં પીઆઈ જે.જી. અમીન, જીઆઈડીસી પોલીસ મથકનાં પીઆઈ આર.કે. ધુળીયા તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કુલ ૬ જેટલા સ્પા મસાજ સેન્ટરો પર દરોડા પાડી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્રારા ભરૂચ અને અંકલેશ્વરમાં સ્પા મસાજ સેન્ટરો પર અચાનક પાડવામાં આવેલ દરોડાઓમાં પોલીસને આ દારોડાઓમાં કોઈ પણ ગેરકાયદેસર રીતે કામ ચાલતું હોવાનું માલુમ પડ્યું નથી.પણ પોલીસે લાયસન્સ વગર ચાલતા સ્પા સેન્ટરોની ખરાઈ કરવાની પણ કામગીરી કરવામાં આવશે. પરંતુ પોલિસ દ્રારા કારવામાં આવેલ સરપ્રાઈઝ ચેકીંગ થી ગેરકાયદેસર કામગીરી કરનાર સ્પા સંચકલોમાં ઘભરાટ ફેલાઈ ગયો છે.