છેલ્લા કેટલાય સમય થી શહેર ના મહંમદ પુરા વિસ્તાર માં સર્કલ વચ્ચે લાઇટ ના થાબલા ઉપર હજારો ની કિંમત ધરાવતા હેલોજન બલ્બ કંઇક તસ્વીર માં દેખાય છે તે પ્રકાર ની સ્થિતિ માં મુકાયું છે…
એક તરફ ગુનાખોરી અને ચોરી જેવા બનાવો અટકાવવા માટે પોલીસ વિભાગ નક્કર કાર્યવાહી કરતું નજરે પડ્યું છે તો બીજી તરફ શહેર નો પશ્ચિમ વિસ્તાર માં આવેલ મહંમદ પુરા ખાતે હાઇવોલ્ટ ધરાવતી લાઇટ ભયજનક હાલત માં મૂકી તંત્ર ના કેટલાક લોકો જતા રહ્યા હોવાની માહિતી મળી રહી છે..અને રાત્રીના સમયે અકસ્માત સર્જાવવા ની ભીતી હાલ તો આ દ્રશ્યો બાદ થી નકારી શકાતી નથી..કારણ કે લાઈટ હવા માં જોલા ખાઈ રહી હોય તેમ નજરે પડી રહી છે..
અત્રે ઉલ્લેખનીય છે કે લટકતી લાઈટ જાહેર માર્ગ ઉપર શહેર ના તંત્ર ની આબરૂના ધજાગરા તો ઉડાવી રહી છે સાથે સાથે આસપાસ થી પસાર થતા વાહન ચાલકોના જીવ સાથે પણ જોખમી રીતે લટકતી લાઈટ રમત રમી હોય તેમ લાગી રહ્યું છે..અને સોશિયલ મીડિયામાં લટકતા વિકાસ નામ ની ટેગ થી આ લાઈટ નો થાબલો લોકો વચ્ચે જોરશોર થી જામ્યો છે….. હાલ તો આ પ્રકાર ની સ્થિતી માં મુકાયેલા લાઈટ ના થાબલા ઉપર થી કહી શકાય કે કદાચ તંત્ર ના કર્મીઓ પાસે આને રીપેરીંગ કરવા માટે ટાઇમ નથી કે પછી કોઈ ને ખબર જ નથી કે પછી તંત્ર ના કર્મીઓની લાઈટ ના થાબલા ની જેમ બત્તી ગુલ થઇ ગઇ છે તેવી ચર્ચાઓ આ થાબલા ને જોયા બાદ લોકો માં ટોક ઓફ ધી ટાઉન બની છે….