Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોપર કેબલ વાયરો આરોપી સહિત ઝડપી પાડતી દહેજ પોલીસ

Share

પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના મુજબ દહેજ પો.સ્ટે. વિસ્તારમાં મિલકત વિરુધ્ધનાં ગુનાઓ અટકાવવા સારૂ કડક નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન પો.કો. જોગેન્દ્રદાન ભુપતદાન બ.નં.૦૭૯૫ નાઓને બાતમી મળેલ કે એક ઇસમ નામે સંજય રાજેન્દ્રસિંહ ત્રિપાઠી રહે- જોલવા મિલેનિયમ માર્કેટ વાળો તેને મારૂતિવાન નંબર જી.જે.૦૬ ઇ એચ ૧૫૫૯ માં કોપર કેબલ વાયરનાં ટુકડા કોઇક જગ્યાએથી ચોરી કરી શંકાસ્પદ રીતે લઇ આવી દહેજ સીસન હોટલની સામે આવેલ કનક પેટ્રો.કેમીકલ્સ પ્રા.લી.કંપનીમાં સંતાડી રાખેલ છે. જે બાતમી આધારે પો.સબ.ઇન્સ. એસ.એન.પાટીલ તથા હે.કો.દિનેશભાઇ ઉદેસિંગભાઇ બ.નં.૧૫૮૬ તથા પો.કો.અભેસિંગ પશવાભાઇ બ.નં.૨૫ તથા પો.કો.જાગેન્દ્રદાન ભુપતદાન બ.નં.૦૭૯૫ તથા પો.કો.વિપિનભાઇ રમેશભાઇ બ.નં.૦૧૦૭૭ નાઓ સાથે દહેજ ગામે આવેલ સિસન હોટલની સામે આવેલ કનક પેટ્રોકેમીકલ્સ પ્રા.લી.કંપનીના કંપાઉન્ડમાંથી પ્લાસ્ટિકનાં કંતાનની નીચે ત્રણ મોટા કોપર કેબલ વાયરનાં ગૂંચળા મળી આવેલ હાજર ઇસમને સદર કોપર કેબલના વાયરોના ટુકડા બાબતે પુછતા તેનુ કોઇ બીલ રસીદ કે આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ જેથી કોપર કેબલનું વજન ૩૧૮૦ કિલો જે એક કિલોની કિં.રૂ.૪૦૦ લેખે કુલ્લે કિં.રૂ.૧૨,૭૨,૦૦૦/- તથા એક મોબાઇલ કિં.રૂ.૧૦,૦૦૦/- ગણી કુલ્લે કિં.રૂ.૧૨,૮૨,૦૦૦/- નો મુદ્દામાલ કોઇક જગ્યાએથી ચોરી કરી છળ કપટથી મેળવેલાનુ જણાતા કબજે કરવામાં આવેલ અને આરોપી સંજય રાજેન્દ્રસિંહ ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સ એસ.એન.પાટીલ નાઓ ચલાવી રહેલ છે.

Advertisement

Share

Related posts

આવાસ યોજના અને ભ્રષ્ટાચાર : સુરતમાં પ્રધાનમંત્રી આવાસમાં ઘર ન મળતા લાભાર્થીઓનો હોબાળો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર: લીંબડી રખડતા ઢોર બાબતે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા આજે લીંબડી સેવાસદન ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામ ખાતેથી દેશી દારૂ બનાવવાનો વોશ શોધી કાઢતી રૂરલ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!