ગોધરા
પંચમહાલ જીલ્લા ખાતે આવેલી મામલતદાર કચેરીના કાટમાળમાથી ચુંટણીકાર્ડ રેશનકાર્ડ અને આધાર કાર્ડ બિનવારસી હાલતમા મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી
મળતી વિગતો અનુસાર ગોધરા શહેરની મધ્યમા આવેલી જુની મામલતદાર કચેરી તોડી પાડવામા આવી છે.અને નવીની કરણ હાથ ધરવામા આવનાર છે.પણ આજે આ જુની મામલતદાર કચેરીના જુના કાટમાળ માથી સરકારી પુરાવાઓ આધાર કાર્ડ અને રેશન કાર્ડ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી અને તંત્ર દોડતુ થયુ હતુ. ગોધરાની જુની મામલતદાર કચેરીના કાટમાળ તેમજ તેની આસપાસમા બિનવારસી હાલતમા પડી રહ્યા છે. તેવી જાણ કેટલાક જાગૃત નાગરિકોને થતા સ્થળ પર જઈ તપાસ કરતા ત્યા ઢગલામા આ સરકારી પુરાવાઓ પડી રહ્યા હતા. ત્યારબાદ તેમણે પહેલા મિડિયા કર્મીઓને બોલાવ્યા હતા
થોડીવારમા તંત્રના અધિકારીઓને જાણ થતા ત્યા દોડીઆવ્યા હતા.મિડીયા કર્મીઓ દ્વારા આવેલા એક તંત્રના અધિકારીને રઝળી રહેલા સરકારી પુરાવા અંગે જ્યારે પુછવામા આવ્યુ ત્યારે તેમણે ઉડાઉ જવાબો આપ્યા હતા. એક તરફ આ સરકારી દસ્તાવેજો કઢાવા માટે લાઈનોમા ઉભા રહીને સામાન્ય પ્રજાને મુશ્કેલી પડતીહોય છે ત્યારે આતંત્રની ઘોર બેદરકારી સામે આવતા જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોકમાંગ કરવામા આવી રહી છે.