Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં દારૂબંધી અંગે ના કડક અમલ સારૂ ખાસ ઝુંબેસ રાખવામાં આવેલ છે.

Share

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા  નાઓ તરફથી જીલ્લામાં દારૂબંધી અંગે ના કડક અમલ સારૂ ખાસ ઝુંબેસ રાખવામાં આવેલ સદર ડ્રાઇવમાં ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા તા.૩૧/૦૭/૨૦૧૮ થી ૦૮/૦૮/૨૦૧૮ સુધીમા પ્રોહિબીશનના કુલ-૬૬૮ કેસો કરી ૪૯૪ આરોપીઓ પકડી વીદેશી દારૂની બોટલ નંગ ૪૪૦૩ અને દેશી દારૂ લીટર ૩૧૦૮ તથા વોસ લીટર ૩૯૩૧૦ અને ગોળ ૧૫૦૨ કિલો તથા વાહન નંગ ૫ તથા રોકડા રૂપિયા ૧૪૪૮૦/- મળી કુલ રૂ.૨૦૩૦૮૦૫/- તથા જુગાર ધારા મુજબના કુલ ૨૬ કેશો શોધી ૧૦૭ આરોપીઓ પકડી કુલ ૨૬,૫૫,૦૭૫/- નો મુદ્દામાલ પકડી કાયદેશર કરવામાં આવેલ છે.

તા.૩૧/૦૭/૨૦૧૮ ના રોજ દહેજ મરીન પો.સ્ટે.મા મીઠી તળાઇ આશ્રમના નાના મહારાજ દયાનંદ સ્વામીની લાશ તેના આશ્રમના રૂમમાં આવેલ પલંગના ખાનામાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવેલ આ ખુન બાબતે ફરીયાદી સુરેશભાઇ મગનભાઈએ હેમંત શર્મા તથા જયશ્રી ઉર્ફે રાધિકા ઉપર શક હોવાનુ જણાવી તેઓ વિરુધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી જે ફરીયાદની તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આ કપલ મુળ મધ્યપ્રદેશના તથા હાલ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રહેતા હતા જેથી ભરૂચ એલ.સી.બી ટીમના પો.સ.ઇ કે.જે.ધડુક તથા એલ.સી.બી.ટીમને તાત્કાલીક વારાણસી પહોંચી આરોપીઓને પકડી પાડી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરેલ છે.

Advertisement

ભરૂચ એલ.સી.બી ટીમના પોલીસ માણસો નેશનલ હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ને.હા.નં.૮ ઉપર ખરોડ પાટીયા થી આગળ સુરતથી અંક્લેશ્વર તરફના ટ્રેક ની બાજુમા આવેલ સર્વોત્તમ હોટલ ના કંપાઉન્ડમાં કેટલાક ઇસમો ટેન્કરોમાંથી કેમીકલ કાઢી સગેવગે કરવાની તૈયારી મા હોવાની બાતમી મળતા ટેન્કરમાંથી ચોરી કરતા ત્રણ આરોપીઓને એલ.સી.બી પોલીસે પકડી બે ટેન્કર તથા તેમા ભરેલ સ્ટાયરીન મોનોમર કેમીકલ જેની કુલ કિં.રૂ.૫૦,૮૪,૪૪૦/- તથા મારૂતિવાન તેમજ અંગઝડીત માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૩૦૦૦/- તથા રોકડા રૂ.૨૦૦૦/- તથા ખાલી કારબા તથા બે પાઇપ ના ટુકડા તથા બે ગળણી તથા બન્ને ટેન્કરો ની બિલ્ટી મળી કુલ કિં.રૂ. ૦૧,૦૧,૬૫,૮૪૦/- નો મુદ્દામાલ પકડી કાયદેશર કરેલ છે.

દહેજ પો.સ્ટે ગુ.૨.નં ॥/૨૦/૨૦૧૮ NDPC ACT ૮(સી), ૨૦(બી), મુજબના કામે આરોપી ગીતાબેન ઉદેસિંગ પટેલ રહે.વડદલા ગામ તા.જી.ભરૂચ નાઓને તા.૦૮/૦૮/૨૦૧૮ ના રોજ પકડી તેઓ પાસેથી ગાંજો ૨ કિલો ૯૦૦ ગ્રામ કિં.રૂ.૨૦,૩૦૦/- નો કાયદેશર કરવામાં આવેલ છે.


Share

Related posts

ભરૂચની ભીડભંજન ખાડી નજીક જાહેરમાં જુગાર રમતા ૧૦ શકુનીઓ ઝડપાયા.

ProudOfGujarat

સુરત-હનીટ્રેપમાં ફસાવનારી મહિલાઓની ધરપકડ-અમરોલી પોલીસે માતા-પુત્રી સહિત 3ની ધરપકડ કરી…

ProudOfGujarat

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણની કથા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!