આજે પોલીસ કમિશ્નર અને કલેકટર સમક્ષ આહિર એકતા મંચ, અખિલ ભારતીય યદુવંશી મહાસભા અને વિર દેવાયતબાપુ બોદર સમિતી સહિત આહિર સમાજના સંગઠનોના અગ્રણીઓએ લેખિત રજૂઆત કરી ભાજપના હોદ્દેદાર દિનેશ કારીયા સાથેની ખેંચતાણમાં બદલીનો ભોગ બનેલા પીઆઇ બી. પી. સોનારાની બદલી ચોવીસ કલાકમાં રોકવા રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મહાપાલિકા અને પોલીસ તંત્ર રસ્તા પરના દબાણો સંયુકત રીતે હટાવવાની ઝુ઼બેશ ચલાવી રહ્યું છે. તા. ૬ના રોજ આ રસ્તા પર થયેલા દબાણમાં કોઇ રાજકિય આગેવાનનું પણ દબાણ હતું. તે દરમિયાન ફરજ પરના પીઆઇ સોનારાએ કાયદો બધાને માટે સમાન ગણી રાજકિય વ્યકિતનું દબાણ પણ હટાવવા પોતાની ફરજ બજાવી હતી. જે મુદ્દે રાજકિય પાવરથી પીઆઇ સોનારાની બદલી કરવામાં આવી છે. કોઇ ઓફિસર પોતાની ફરજ ઇમાનદારી પુર્વક બજાવે તેમની સાથે આવું થાય તે યોગ્ય નથી. માટે આહિર સમાજ વતી અમારી માંગણીને સરકાર સુધી પહોંચાડવા અરજ છે.
પીઆઇ સોનારાની બદલી ૨૪ કલાકમાં રોકોઃ આહિર સમાજ
Advertisement