(ફાઈલ ચિત્ર)ગતરોજ ૭-૮-૨૦૧૮ ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ ભાદી ગામે શોકત ભાદીગર દ્વારા ખુલ્લા માં ચલાવામાં આવતા જુગાર ધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર ની રેડ કરી કુલ ૧૯ આરોપી ની ધરપકડ કરી રોકડા રૂ. ૫.૫૨.૦૦૦/- તથા વાહનો અને મોબાઈલ કુલ રૂપિયા ૨૫.૫૨.૧૬૭/- નો મુદ્દામાલ પકડી પાડી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ જે બાબતે સ્થાનિક ની પોલીસ નિષ્કાળજી દાખવેલ હોવાનું જણાઇ આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈસ્પેક્ટર સહિત કુલ ૯ પોલીસ કર્મચારી ઓ ને સસ્પેન્ડ કરવાના આદેશ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ છે..
(૧) બી.એલ.વડુકર pi અંકલેશ્વર રૂરલ પો.સ્ટે…
(૨)એસ.ટી.દેસલે psi અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.
(૩) ગોપાલ ભાઈ લાલજીભાઈ Asi અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.
(૪) ગણપત ભાઈ દુલર્ભ ભાઈ હે.કો.અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.
(૫) જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હે.કો.અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.
(૬) અરવિંદભાઈ વલુશીંગભાઈ પો.કો.અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.
(૭) ઉદેશીંગભાઈ સુપડભાઈ પો.કો.અંકલેશ્વર રૂરલ.પો.સ્ટે.
(૮) સંજયભાઈ સોનજીભાઈ એલ.આર.અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.
(૯) માવજીભાઈ નાગજીભાઈ એલ.આર.અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.
તેમજ ASI બાલુભાઈ કાળાભાઈ LCB ભરૂચ માં થી વેડચ પો.સ્ટે.ખાતે બદલી કરવામાં આવી હતી..ત્યારે ભરૂચ પોલીસ ખાતામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો…