Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેશનલ હાઈવે રોડ પરથી કેમીકલ ચોરી કરતી ગેંગ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

Share

પોલીસ મહાનિરિક્ષક શ્રી અભયસિંહ ચુડાસમાં વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જિલ્લામાં મિલકત સંબધી ગુના અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના મળતા ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ. સુનીલ તરડે નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઠવી તથા ટીમના પોલીસ માણસો નેશનલ હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ને.હા.નં-૮ ઉપર ખરોડ પાટીયા થી આગળ સુરત થી અંક્લેશ્વર તરફના ટ્રેક ની બાજુમા આવેલ સર્વોત્તમ હોટલના કંપાઉન્ડમાં કેટલાક ઇસમો ટેન્કરો માંથી કેમીકલ કાઢી સગેવગે કરવાની તૈયારી મા હોવાની બાતમી હકીકત મળતા જે આધારે સર્વોત્તમ હોટલના કંપાઉન્ડમા તપાસ હાથ કરતા બે ટેન્કરો માંથી કેટલાક ઇસમો કેમીકલની ચોરી કરી કરબામા ભરી ત્યા પાર્ક કરેલા મારૂતિવાન નં-GJ-5-CH-7723 મા મુકતા જણાતા ત્યા રેડ કરતા સ્થળ ઉપરથી ટેન્કરના ડ્રાઈવર (૧) અભયકુમાર બચ્ચાનંદ ભર ઉ.વ-૨૨ રહે-હાલ- આદિત્ય બલ્ક કેરીયર્સ હજીરા જી-સુરત મુળ રહે પ્રશોન્દા થાના-શાહપુર જી-ભોજપુર બિહાર તથા ક્લીનર (૨) બ્રીજકિશોર ક્રિષ્નાથ તડકેશ્વર પંડિત ઉ-વ-૨૪ રહે-હાલ આદિત્ય બલ્ક કેરીયર્સ હજીરા જી-સુરત મુળ રહે-કરનામેપુર થાના-શાહપુર જી-ભોજપુર બિહાર તથા મારૂતિવાન નો ડ્રાઇવર (૩) અશોકકુમાર ઓમપ્રકાશ ધાંકડ રહે-હાલ- લસકાણા પ્રકાશ મારવાડીની રૂમમા ભાડેથી તા-પલસાણા જી-સુરત મુળ રહે-અલોરી પોસ્ટ-રતનગઠ થાના-રતનગઠ જી-નિયમ મધ્યપ્રદેશ તથા એક સગીર પકડાય ગયેલ અને સ્થળ ઉપર તપાસ કરતા ટેન્કરના વાલ્વમા પાઇપનો ટુકડો લગાવી ટેન્કરમા ભરેલ સ્ટાયરીન મોનોમર કેમીકલ ચોરી કરી કારબાઓમા ભરતા હોવાનુ જણાયેલ તેમજ બન્ને ટેન્કરો પાસે મુકેલ મારૂતિવાનમાં તપાસ કરતા કેમીકલ ભરેલ કારબા તથા ખાલી કારબા મળી આવેલ જેથી પકડાયેલ ઉપરોક્ત ઇસમોની પુછપરછ કરતા હજીરા સુરત થી દહેજ ખાતે આવેલ ઇનીયોસ સ્ટાયરોલ્યુશન લી.કંપની ખાતે સ્ટાયરીન મોનોમર કેમીકલ ટેન્કરોમાં ભરી પહોંચાડવા સારૂ જતા હોવાનુ જણાવેલ જેથી ઉપરોક્ત ઇસમોએ ટેન્કરો માંથી ચોરી કરી મેળવેલ કેમીકલ તથા બે ટેન્કર તથા તેમા ભરેલ સ્ટાયરીન મોનોમર કેમીકલ જેની કુલ કિં.રૂ.૫૦,૮૪,૪૪૦/- તથા મારૂતિવાન તેમજ અંગઝડતી માંથી મલી આવેલ મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૩૦૦૦- તથા રોકડ રૂ.૨૦૦૦/- તથા ખાલી કારબા તથા બે પાઇપના ટુકડા તથા બે ગરણી તથા બે ટેન્કરની બિલ્ટી મળી કુલ કિં.રૂ.૦૧,૦૧,૬૫,૮૪૦/- નો મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે કબ્જે કરી અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ઉપરોક્ત ઇસમોની પુછપરછ દરમ્યાન પ્રકાશ મારવાડી આ કેમીકલ ચોરી કરવામા મુખ્ય સુત્રધાર હોવાનુ હાલ જણાવેલ છે.

Advertisement

આ કામગીરી પોલીસ ઇન્સ. સુનીલ તરડે તથા પો.સ.ઇ વાય.જી.ગઠવી તથા એલ.સી.બી ના ASI બાલુભાઇ કાળાભાઇ તથા અ.હે.કો મનસુખભાઇ કરશનભાઇ તથા અ.હે.કો ચંન્દ્રકાંત તથા અ.હે.કો ઉપેન્દ્રભાઇ કેશરાભાઇ તથા અ.હે.કો અનિલભાઇ રામજીભાઇ તથા અ.હે.કો દિલિપકુમાર યોગેશભાઇ તથા અ.હે.કો જયેન્દ્રસિંહ મોહબ્બતસિંહ તથા અ.પો.કો. મણીલાલ મુળજીભાઇ તથા પો.કો. મહેશભાઇ બાબુભાઇ નાઓ દ્વારા કરવામા આવેલ છે.


Share

Related posts

ઝઘડિયા ખાતે તા.૨૬ મી એ મુખ્યમંત્રી દ્વારા વીજ કંપનીના સબસ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કરાશે.

ProudOfGujarat

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ProudOfGujarat

અંકલેશ્વરનાં વોર્ડ નં.૯ માં ગંદકી અને કચરાના ઢગથી રહીશો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!