ગોધરા,
પંચમહાલ જીલ્લા ના ઓરવાડા ગામના ગ્રામજનોઓએ જીલ્લા કલેકટર કચેરીએ આવીને આવેદનપત્ર આપીને ઓરવાડા ગામમાં નરેગા યોજનામાં ગેરરીતી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પંચમહાલ જીલ્લાના ઓરવાડા ગામના ગ્રામજનો નરેગા યોજનામા વ્યાપક ગેરરીતી થઈ હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામા એકત્રિત થઈ જીલ્લા કલેકટર કચેરી ખાતે બેનરો લઈને પહોચ્યા હતા. નરેગા યોજના તપાસની માંગ કરવામા આવી હતી આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે ઓરવાડા ગામે મનરેગા યોજના અંર્તગત સને ૨૦૧૭-૧૮ ના વર્ષમાં માટી મેટલના રસ્તા માટે ૯,૪૧, ૫૧૬ રુપિયા મંજુર કરવામા આવ્યા હતા સરકાર ગરીબોના નામે રોજગારની ખાત્રી આપવાની યોજના સાથે કરોડો રુપિયા ફાળવે છે પણ તે યોજનાનો લાભ સાચા અર્થ સુધી પહોચતો નથી,ઓરવાડા ગામના રસ્તાઓ માટી મેટલ થયેલા નથી. અહીના ગરીબ લોકોને રોજગારી મળેલ નથી. આ કામ ફકત કાગળ ઉપર કરવામા આવેલા છે. આ કામની જાણ ગ્રામપંચાયતના બીજાસભ્ય કે કોઈપણ વ્યકિતને નથી. અને બારોબાર તેમના ખાતામાથી નાણા ઉપડી ગયેલ છે. જેથી આ કામની તપાસ કરવામા આવે અને મસ્ટરમુજબ પણ હાજરી પુરવામા આવેલે છે. તેની રૂબરૂ અને ઝીણવટ ભરી તપાસકરવામા આવે તેમ આવેદનપત્રમા જણાવામા આવ્યુ છે. જો આગામી પાંચ દિવસમા આ અંગે ગ્રામજનોની માંગણી નહી સ્વીકરવામા આવે તો ગાંધીચીધ્યામ માર્ગે કચેરીનીબહાર ઉપવાસ કરવાની ફરજ પડે તેવી પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી,
– પંચમહાલના અન્ય પણ તાલુકામા મનરેગા હેઠળના કામોની તપાસ જરુરી
પંચમહાલ જીલ્લાના ઓરવાડા ગામના ગ્રામજનોએ
મનરેગા યોજનામા વ્યાપક ગેરરીતી આચરાઇ હોવાના આક્ષેપ કરવામા આવ્યો છે.એક તરફ સરકાર ગ્રામીણ લોકોને રોજગારી આપવા માટે કરોડો રુપિયા ખર્ચે છે,પણ મળતીયાઓની સરકારી તંત્ર સાથેની મીલીભગતથી આ ગરીબ લાભાર્થીઓને લાભ મળતા નથી, શહેરા તાલુકામા પણ થોડા મહિનાઓ પહેલા એક મહિલા સંગઠન દ્રારા તંત્રને મનરેગા યોજનાના કામ આપવા બાબતે આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.આનો અર્થ એપણ થાય કે મનરેગા યોજનામા વ્યાપક ગેરરીતી થાય છે.
– શહેરા તાલુકામા મનરેગાના કામોની તપાસ જરુરી
શહેરા તાલુકામા આવેલા વિવિધ ગામોમા મનરેગા યોજના હેઠળ બનેલા કામોની તપાસ જરુરી છે,
જેમા રોડ રસ્તા માટીમેટલ, ચેકડેમ સહિતના કામો ની તપાસ કરવી જરુરીછે, વધુમા લાભાર્થીને મનરેગા કામ હેઠળ જોબ કાર્ડ આપવામા આવે છે.તેમા નોંધણી પણ થતી નથી, અને કેટલાક મળતીયાઓ આ જોબકાર્ડ લાભાર્થીઓ પાસેથી લઈને ગેરરીતી આચરતા હોવાનુ પણ લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે,શહેરા તાલુકામા ઉંડાણપુર્વક તપાસ કરવામા આવે તો કૌભાડ બહાર પણ આવી શકે છે