લીંબડી તા.૪/૮/૨૦૧૮ કલ્પેશ વાઢેર
દેશમાં મહિલાઓને માન સન્માન આપી દેશની તરકકીના ભાગ રૂભી સરકારશ્રી દ્વારા મહિલાઓને ઉત્સાહિત કરવામાં આવતી હોય છે અને આજના દિવસે મહિલા નૈતૃત્વ દિવસની ઉજવણી આઇ.આર.ડી.શાખા લીંબડી ખાતે મંગલમ મીશન દ્વારા કરવામાં આવી હતી જેમાં મંગલમ મીશનની જુથની કામગીરી કરતી મહિલાઓ તાલુકા વિકાસ અધિકારી એચ.એફ.ભુવાત્રા, વી.આર.ઠાકર, નિલેશ કમેજળીયા અને તેમજ મંગલમ મીશનમાં કામ કરતા ભાઇઓ અને બહેનોનો સ્ટાફ હાજર રહયો હતો અને આ દિવસે મહિલાઓ પોતાના પગભર કઇ રીતે બને અને આવનાર સમયે પોતાના બનાવેલ જુથ દ્વારા મહિલાઓ પ્રગતીશીલ બને તે બાબતે અલગ અલગ ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં આવેલ મહિલાઓએ વેસ્ટ માંથી બેસ્ટ , તેમજ ગૃહ ઉદ્યોગ , સીવણ જેવા અલગ અલગ કામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહિલાઓ પોતાના પગભર બને તે માટે જીલ્લા લેવલેથી વિના મુલ્યે વેસ્ટ માંથી બેસ્ટ , ગૃહ ઉદ્યોગ , સીવણ, પટોળા તાલીમ, તેમજ વિના મુલ્યે રહેવા તેમજ જમવાની પણ સગવડ પુરી પાડવામાં આવે છે આવી અલગ અલગ વિગતો ઉપર મહિલાઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું આ મહિલા નૈતૃત્વ દિવસની ઉજવણીના દિવસે આશરે ૧૩૦ મહિલાઓએ ભાગ લીધો હતો