Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચઃ ખાનગી યુનિવર્સિટીમાં ચાલતી કૃષિ કોલેજ સામે વિદ્યાર્થીઓમાં રોષ, કર્યું વિરોધ પ્રદર્શન

Share

ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ કોલેજ ચલાવવા માન્યતા નહીં હોવા છતાં વર્ગો ચાલતા હોવાથી તે બંધ કરાવવા વિદ્યાર્થીઓની માંગ
રાજ્યમાં ચાલતી સરકારી કૃષિ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ખાનગી કોલેજો દ્વારા ભણાવવામાં આવતા કૃષિ વિભાગનાં અભ્યાસક્રમ સામે વાંધો ઉઠાવી ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેને લઈને ભરૂચનમાં મક્તમપુર ખાતે આવેલી કૃષિ કોલેજનાં વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. અને તેમના અવાજને રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માંગ કરી હતી.
રાજ્યમાં ઠેર ઠેર અનેક પ્રકારનાં શૈક્ષણિક સંકુલોનાં રાફડા ફાટી નીકળ્યા છે. જેના કારણે સરકારી કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ નુકશાન થઈ રહ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત ભરૂચની કૃષિ કોલેજનાં વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં ખાનગી કોલેજોમાં કૃષિ વિષયક વર્ગો શરૂ કરીને સરકારી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. વળી કેટલીક કોલેજોમાં માન્યતા નહીં હોવા છતાં પણ પાછલા બારણે કોલેજો શરૂ કરી સરકાર સાથે સાંઠગાંઠ કરીને એવોર્ડ મેળવી નામના મેળવીને ખોટી રીતે માન્યતા દર્શાવવામાં આવી રહી છે.
ખાનગી કોલેજોનાં કારણે સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટીમાંથી પાસ થઈને જતા વિદ્યાર્થીઓને નોકરીની તકો પ્રાપ્ત થવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેથી આવી ખાનગી કૃષિ વિષયક કોલેજો બંધ કરી સરકારી કોલેજો ઉપર ફોકસ કરવા માંગ કરી છે. આ રજૂઆત સાથે આજે ભરૂચ સ્થિત કૃષિ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ દર્શાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

Share

Related posts

નેત્રંગ સ્મશાન ગૃહમાં ફીટ કરેલ બે સગળીઓની પ્લેટો, કથેળા તસ્કરો ચોરી જતા મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીના સૌજન્યથી તલોદરા ગામે મેરેજ હોલ બનાવાયો.

ProudOfGujarat

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!