મથુરામાં મોહન અભિયાન સાંસ્ક્રુતિક સંગઠન દ્વારા છઠ્ઠો મોહન રંગ મહોત્સવ યોજવામાં આવ્યો તેમા ગુજરાત રાજ્ય માંથી પંચમહાલ જિલ્લાની હાલોલની યુવતી એ હાલોલ નગર નું નામ રોશન કર્યું છે હાલોલ ની નીલિમા આહિરવાલે છઠ્ઠો મોહન રંગ મહોત્સવ કે જે મથુરા ખાતે યોજાયો હતો આ કાર્યકમ બે દિવસ મથુરા ખાતે યોજાયો હતો તેમા ભારત દેશના દરેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાથી ગુજરાત રાજ્યના પંચમહાલ કે જ્યા યાત્રાધામ પાવાગઢ આવેલું છે તેની નજીક હાલોલ નગર આવેલું છે તે નગર ની ડાન્સર તરીકે જાણીતી યુવતી નીલિમા આહિરવાલે મથુરા ખાતે રંગ મહોત્સવમાં બીજો ક્રમાંક મેળવી હાલોલનું નામ રોશન કર્યું છે
ભરતનાટ્યમમાં બીજો ક્રમાંક હાલોલની નીલિમા આહિરવાલે મેળવ્યો છે અને તેની સાથે વડોદરાની દિવ્યાની કુલકર્ણિએ ત્રીજો ક્રમાંક મેળવ્યો છે અને સૂચી ચોથાનીર કમિટી એવોર્ડ પ્રાપ્ત કર્યો અને મોર્ડન ડાંસમાં મયંક કુમારે બીજો ક્રમાંક મેળવ્યો છે
તેમજ હાલોલની નીલિમા આહિરવાલે આવા કેટલાય અલગ અલગ જગ્યાએ સાંસ્ક્રુતિક કાર્યકર્મોમાં ભાગ લઈ વિજેતા બનેલ છે..