3 કરોડ લેખે વોર્ડ દીઠ 16 લાખના વિકાસ કામોને મંજૂરી, વિપક્ષમાં રહેલી ફાટફૂટ બોર્ડ મીટીંગમાં સામે આવી
અંકલેશ્વર પાલિકાની આજરોજ બોર્ડ મીટિંગ યોજાયી હતી. જેમાં વિપક્ષના એજન્ડા મુલતવી કરી બોર્ડ પૂર્ણ જાહેર કરી સત્તાપક્ષ નીચે આવી ગયું હતું. વિપક્ષ બોલતું જ રહ્યું અને બોર્ડ પૂર્ણ પણ થઇ ગઈ હતી. ચાલુ બોર્ડમાં વિપક્ષના સભ્યોએ સાથી સભ્યોને બોલવા દીધા નહોતા. તો વિપક્ષમાં પડેલી ફાટફૂટ ભર બોર્ડ મીટીંગમાં સામે આવી હતી. જેના પગલે સત્તાપક્ષ દ્વારા બહુમતના જોરે 3 કરોડ વિકાસના કામો સાથે વોર્ડ દીઠ 16 લાખના વિકાસના કામોને મંજૂરી આપી હતી.
બહુ ગાજેલા માં શારદા ભવનની બોર્ડ ચર્ચા વગર પૂર્ણ થઇ ગઇ હતી. એલ.ઈ.ડી લાઈટ તેમજ માધ્યમિક શિક્ષણ સમિતિ અને પ્રાથમિક શિક્ષણ સમિતિના મુદ્દા પર ફરી વિપક્ષએ સત્તા પક્ષ અહેવાલ બતાવ્યા હતા.
અંકલેશ્વર નગરપાલિકા ખાતે નવનિયુક્ત પ્રમુખ દક્ષાબેન શાહ તેમજ ચીફ ઓફિસર પ્રશાંત પરીખની અધ્યક્ષતામાં બોર્ડ મીટીંગ યોજાયી હતી. જેમાં બોર્ડ ચાલુ થતા પૂર્વે જ વિપક્ષ નેતા રફીક ઝગડીયાવાલા ઝીરો અવર્સની ચર્ચામાં ઉતર્યા હતા. જેમાં ફરી એકવાર વિપક્ષ દ્વારા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા બંધ કરવાનો મુદ્દો તેમજ માધ્યમિક શિક્ષણ સમિતિમાં હાલમાં જ સામે આવેલા ફાજલ શિક્ષકોની ભાંજગડ તથા શાળા સવારની પાળીમાં ચલાવાનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષના દંડક શરીફ કાનુગા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના તેમજ ભરૂચીનાકાથી દિવા રોડ તેમજ એશિયાડ નગરથી ભરૂચીનાકા અને ત્યાંથી ત્રણ રસ્તા માર્ગ પર પડેલા ગાબડાં બાબતે સત્તાપક્ષ પાસે ખુલાસા માગ્યા હતા. તો વિપક્ષનાં પ્રશ્નોની સાથી વિપક્ષ સભ્યોએ જ દબાવી દેવડયા હતા.
વિપક્ષના જહાંગીર ખાન પઠાણ દ્વારા માં શારદા ભવનમાં એચ.ટી.સીને લઈને પાલિકા દેવાદાર બનશે તેવી કેફિયત રજુ કરી વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષના સભ્ય ભુપેન્દ્ર જાની દ્વારા ત્રણ રસ્તા સર્કલ પાસે શાકભાજી વાળા પાસે પાલિકાના બદલે અસામાજિક તત્વો રૂપિયા ઉઘરાવી રહ્યા છે, જે પાલિકાની આવકને ફટકો પાડી તંત્ર દ્નારા તેમને છાવરવા આવી રહ્યા હોવાનો સવાલ ઉભો કર્યો હતો. પાલિકા વિસ્તારમાં એલ.ઈ.ડી લાઈટના ઇજારદાર દ્વારા ઓનલાઇન ફરિયાદ 460 જેટલી પેન્ડિગ છે. તેમના દ્વારા કોઈજ કામગીરી કરવામાં આવતી નથી. જેથી તેમની સામે પગલાં ભરવામાં કેમ આવ્યા નથી તેવા સવાલો સાથે એલ.ઈ.ડી.લાઈટના બિલ ઘટવાના બદલે વધુ આવતા હતા.
અચાનક લાઈટ બિલ કેમ ઓછા થયા તે પાછળ સવાલો ઉભા કરાતાં સત્તા અને વિપક્ષ વચ્ચે તું-તું મેં-મેંના દ્રશ્યો સર્જાયા હતા. 1 થી 26 નંબરના એજન્ડા સત્તાપક્ષ દ્વારા જ્યાં બહુમતના જોરે તેમજ વિપક્ષના કેટલાક કામોમાં મજૂરી બાદ પૂર્ણ થતાંજ વિપક્ષ 7 જેટલા એજન્ડા શરુ થતાંજ સત્તાપક્ષ એક પછી એક એજન્ડા મુલતવી કરી બોર્ડ મીટીંગ પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી હતી. 2 કલાક સુધી ચાલેલી બોર્ડ મીટીંગમાં વિપક્ષમાં જ સાથી સભ્યને બોલવા દીધા નહોતા. તેની સામે સત્તાપક્ષે મૂક પ્રેક્ષક બની મઝા માણી હતી. વિપક્ષ દ્વારા મુકવામાં આવેલા ઠરાવમાં પણ તેમને ધેરાવાની કોશિષ કરીને બોર્ડ પૂર્ણ કરી દીધી હતી