અમદાવાદ-મુંબઈઃ ને જોડતા ભરૂચ ના જુના સરદાર બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે..જેના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.અને કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની તેવી ચર્ચાઓ પણ હાલ માં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે…
અમદાવાદ-મુંબઈઃ ને જોડતા હાઇવે ઉપર વાહન ચાલકો કેટલાય ટોલ ટેક્સ ઉપર ટોલ ભરી ને પસાર થતા હોય છે.પરંતુ વાહન ચાલકો સાથે અન્યાય થતો હોય તેવી બાબતો પણ નકારી શકતી નથી.કારણ કે અમદાવાદ-મુંબઈ ને જોડતા અને વડોદરા-સુરત વચ્ચે આવેલા ભરૂચ નજીક ના જુના સરદાર બ્રિજ પર હાલ મસ્ત મોટા ખાડાઓ પડી જતા બ્રિજ જર્જરિત બન્યો છે .જેના કારણે નર્મદા નદી ઉપર નિર્માણ પામેલ વર્ષો જુનો સરદાર બ્રિજ પર ટ્રાફિક જામ ની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે….
ભરૂચ નજીક નર્મદા નદી ઉપર ત્રણ જેટલા બ્રિજ આવ્યા છે..જેમાં સરદાર બ્રિજ તેમજ હાલ માંજ નિર્માણ પામેલા કેબલ બ્રિજ નો સમાવેશ થાય છે..પરંતુ વડોદરા થી સુરત તરફ જતા વાહન ચાલકો ને જુના સરદાર બ્રિજ ઉપર પડેલા ખાડાઓ ના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે…તેમજ વાહનો ને પણ આ ખાડા ના કારણે નુક્સાન થાય છે…જુના બ્રિજ ઉપર થી પસાર થતા વાહન ચાલકો પાસે થી પણ ટોલ ઉઘરાવવા માં આવે છે..પરંતુ હાઇવે નું વહીવટી તંત્ર વાહન ચાલકોને સુવિધાઓ આપવામાં માનતું જ ન હોય તેમ લાગી રહ્યું છે અને માત્ર ને માત્ર ટોલ માં રૂપિયા જ ઉઘરાવવા માં રસ હોય તેવી લોક ચર્ચાઓ વાહન ચાલકો પાસે થી સામે આવી રહી છે…
હાલ તો ભરૂચ નજીક જુના સરદાર બ્રિજ પર થી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો આ બ્રિજ ની મરામત કરે અને વહેલી તકે બ્રિજ પર પડેલા મસ્ત મોટા ખાડાઓ તેમજ તેના થી થતી ટ્રાફિક જામની સમસ્યાઓ માંથી મુક્તિ મળે તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે…..
Advertisement