સુરેન્દ્રનગર તારીખ 30/7/18
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
9033958500
ધોરણ 9 થી 12 આર્ટસ, સાયન્સ, કોમર્સ તેમજ મેડિકલ, એન્જીનિયર, એડવોકેટ સહીતના ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર ખાતે શ્રી ચુંવાળિયા કોળી ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોળી સમાજના વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ટાઉનહોલ ખાતે ચુવાળિયા કોળી સમાજના ધોરણ 9 થી 12 આર્ટસ, સાયન્સ, કોમર્સ તેમજ મેડિકલ, એન્જીનિયર, એડવોકેટ સહીતના ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોળી સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાય તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસ તરફ વળે અને ઉચ્ચ શિક્ષણ મેળવી સમગ્ર દેશ સહીત વિશ્વમાં કોળી સમાજનું નામ રોશન કરે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે સરકારી નોકરી કરતા સમાજના યુવાનો અને બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અંદાજે 150 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
જયારે વિદ્યાર્થીઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમથી ઉત્સાહ જોવા મળ્યો હતો અને આયોજકોને બિરદાવ્યા હતા. આ તકે રાજ્યભરમાં થી કોળી સમાજના રાજકીય હોદેદારો, આગેવાનો, કાર્યકરો, અગ્રણીઓ અને કોળી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.