ભરૂચ ના સોનેરી મહેલ ઢાળ વિસ્તાર ને અડીને આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી નો ભરાવો થતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે..અને લોકો પૂછી રહ્યા છે આખરે ક્યારે તંત્ર જાગૃત થશે..? શુ લોકો રોગચારાના ભરડામાં આવ્યા બાદ..? કે તંત્ર ને પછી આ પ્રકાર ની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કામ કરવાની ઈચ્છાજ નથી .?
-ચોમાસાની સીઝન આવતા જ જાણે કે ભરૂચ શહેર ની દશા બદલાઈ ગઇ હોય તેમ લાગી રહ્યું છે..શહેર ના કેટલાય સ્થળો ગંદકી થી ખડબદી ઉઠ્યા છે.તેમજ ગંદકી ના કારણે થતા મચ્છરો થી લોકો ની રાત ની ઊંઘ હરામ થઇ છે…જેના કારણે રોજ મ રોજ પાલિકાની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે…
સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો પાલીકા બોર્ડ ની મિટિંગ માં અવાર નવાર શહેર ને સ્વચ્છ અને સુંદર વિકાસીલ બનાવવા માટે ની ચર્ચામાં એટલા મશગુલ બને છે કે સામાન્ય જનતા ને એક સમયે લાગે કે આ બોર્ડ ની મિટિંગ બાદ તો તેઓની સમસ્યાઓ હવે નહિવત જ રહેશે… પરંતુ કદાચ ભરુચિઓની કમ નસીબી સમજો કે ગ્રાઉન્ડ 0 ઉપર નબરી નેતાગિરી..!! જેના કારણે આજે પણ લોકો પોતાની મૂળભુત પાયા ની સુવિધાઓ મેળવવા માટે વલખા મારી રહ્યા છે..!
ભરૂચ શહેર ના કેટલાય વિસ્તારો આજે ગંદકી અને ખરાબ માર્ગ ના કારણે ચર્ચામાં છે.. રોજ છાપા ની કોલમ અને ટેલિવિઝન સ્ક્રીન ઉપર તો જાણે કે પાલિકાના વિકાસ ની પ્રિમોંશુંન કામગીરી ના ધજાગરા ઉડતા હોય છે..તેમ છતાં લોકો ની સમસ્યાઓ જાડી ચામડીનું તંત્ર ઉકેલવામાં નિષ્ફળ રહ્યું હોય તેમ રોજ મ રોજ ચર્ચામાં આવતા મીડિયા અહેવાલો થકી કહી શકાય તેમ છે..!!
સામાન્ય લોકો પાલિકાના કર્મીઓને અને સ્થાનિક સભ્યો ને રજુઆત કરી કરી ને થાક્યા પરંતુ કોઈ જ નિરાકરણ અત્યાર સુધી આવતું હોય તેમ શહેરના લોકો ને દેખાતું નથી ..!! અને એટલે જ તો શહેર માં ફરતા દર બીજા મીડિયા કર્મી ઉપર શહેર ની સમસ્યાઓ અંગે ના અહેવાલો બનાવવા લોકો ફોન કરી જણાવતા હોય છે..જે થી પાલિકા ની એ સી કેબીન માં અને એ સી ગાડીઓ માં ફરતા પાલિકાના સભ્યો અને અધિકારીઓના કાન ઉપર વાત પહોંચે અને પ્રજાની સમસ્યાનો નિરાકરણ વહેલી તકે લાવી તેઓના આ મજબૂરી ભર્યા જીવન માંથી મુક્તિ મળી શકે તેવી આશાઓ લોકો મીડિયા કર્મીઓ પાસે રાખતા હોય છે…!!!
આજ પ્રકાર ના દ્રશ્યો ભરૂચ ના સોનેરી મહેલ ઢાળ ચડતા કોર્નર ઉપર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર ના લોકો વચ્ચે થી આજે છાપા ની કોલમ અને ટેલિવિઝન સ્ક્રીન ભરવા માટે સામે આવ્યા છે …જ્યાં આજે પણ વરસાદી પાણી ના ભરાવા અને ગંદકી તેમજ મચ્છરોના ત્રાસ વચ્ચે જીવન ગુજારી રહ્યા છે અને તંત્ર કદાચ જાગરણ ના દિવસે જાગૃતિ બતાડી તેઓની આ સમસ્યાઓનો ઉકેલ લાવે તેવી આશાઓ સેવી રહ્યા છે ..!!!!!