હિતેશ પટેલ…
મો.9712543194
વડોદરા જિલ્લા ના પોર નજીક વરનામાં ગામ આવેલું છે. વરનામાં ગામ માં પોલીસ સ્ટેશન આવેલું છે અને વરનામાં ગામ ના છેવાડે આશરે ૩૦ થી ૪૦વર્ષ જૂની પોલીસ લાઈન આવેલી છે. પોલીસ લાઈન માં ૧૬ જેટલા પોલીસ પરિવાર રહે છે. જે પોલીસ રાતદિવસ પ્રજાની સેવા કરે છે તે પોલીસ ને હાલાકીનો સામનો કરવામાં આવે છે. આ પોલીસ લાઈન માં સ્ટ્રીટ લાઈટ ની પણ સુવિધા નથી. અને પોલીસ લાઈન ની આજુબાજુ માં મોટામોટા ઝાડી ઝાખરા ઊગી નીકળ્યા છે. અને હાલ ચોમાસાનો દિવસ ચાલતો હોય પોલીસ પરિવાર નો કોઈ પણ બાળક બહાર રમતો હોય કોઈ ઝેરી જનાવાર કરડી જાય તો જવાબદારી કોણી? પોલીસ લાઈન ખંડેર જેવી હાલત માં જોવા મળી હતી. અને ચાલુ વરસાદે જે ઘરમાં પોલીસ રહે છે તે પોલીસ ના ઘર માં વરસાદી પાણી ભરાય છે. જે પોલીસ પોતાના પરિવાર ને છોડી વાર તહેવાર પણ નથી શકતો તે પોલીસ માટે આટલી જ સુવિધા એટલુંજ નહીં વરનામાં પોલીસ લાઈન માં પીવાનું પાણી પણ નથી આવતું તે પણ બહાર થી જગ દ્વ્રારા પોલીસ પરિવાર પીવાનું પાણી પૂરું પાડે છે. અને પોલીસ લાઈન ના મકાન માં પોપડા પડે છે. થોડા દિવસ પહેલા વરનામાં પોલીસ સ્ટેશન માં લોક દરબાર યોજવામાં આવેલ હતો. તેમાં પણ પોલીસ લાઈન બાબત માં ધારદાર રજુઆત કરવામાં આવી હતી. તેમ છત્તા તંત્ર અદપ પલાંઠી વારી મો ઉપર આંગળી મૂકી ચૂપ બેઠી હોય તેમ લાગી રહ્યું છે.વરનામાં પોલીસ લાઈન માં રહેતા પોલીસ પરિવાર જીવ ને જોખમ હેઠળ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ૧૬ પોલીસ કર્મીઓ નો પોલીસ ઘરનો પરિવાર ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. વરનામાં પોલીસ લાઈન માં ઘરના સિલિંગ પંખા જે સરકારી પંખા લાઈન અગાસી લગાવાના પોલીસ લાઈન ની અગાસી માં જોવા મળ્યા હતા.જો એક ભૂકંપ નો ઝટકો આવે તો પોલીસ પડી જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયુ છે. અમારા અહેવાલ બાદ તંત્ર જાગે અને વહેલી તકે ૧૬ પોલીસ પરિવાર ને સુવિધાથી વંચિત ના રહે તે બાબત ની તકેદારી રાખવામાં આવે પોલીસ નો પણ જીવ છે.
આ સમગ્ર બાબત માં એચ.પી. પરમારે દિવ્યભાસ્કર ના રિપોર્ટર હિતેશ પટેલ ને જણાવ્યું હતું કે આ પોલીસ લાઈન બાબતે આગળ રજુઆત કરી છે અને હાલ રીનોવેશન ચાલુ છૅ હજુ પણ પોલીસ લાઈન મારી રજુઆત ચાલુજ રહેશે