Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી જિલ્લામાં ધોરણ ૬ થી ૮ના વાંચન લેખન ગણનમાં નબળા વિદ્યાર્થીઓ માટે ‘મિશન વિદ્યાનો શુભારંભ.

Share

‘મિશન વિદ્યા ના ચોકસાઇભર્યા અમલીકરણ માટે વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઇ

Advertisement

કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયાએ આમરી, ટાટાનગર, તરસાડી અને ખડસુપા પ્રાથમિક શાળાઓમાં જઇ મિશન વિદ્યા અંતર્ગત કામગીરી બજાવી :

જીગર નાયક,નવસારી

ધોરણ ૬, ૭ અને ૮ના જે વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણિતમાં નબળા જણાયા છે, તેમને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક અને શાળા સમય દરિમયાન બે કલાક ઉપરાચાત્‍મક શિક્ષણ આપીને અન્‍ય વિદ્યાર્થીઓની હરોળમાં લાવવાના રાજયવ્‍યાપી ‘મિશન વિદ્યાનો આજથી આરંભ થયો છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં પણ મિશન વિદ્યા યોજનાનો પ્રારંભ થયો છે.

નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયાએ આમરી, ટાટાનગર, તરસાડી અને ખડસુપા પ્રાથમિક શાળાઓમાં જઇને બાળકોને વાંચન-લેખન, ગણન કરાવી વિદ્યા મિશન યોજનામાં જોડાયા હતા.

નવસારી જિલ્લામાં પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮માં અભ્‍યાસ કરતા નબળા વિદ્યાર્થીઓ માટેના ‘મિશન વિદ્યા ના નિરિક્ષણ અને ચોકસાઇપૂર્વકના અમલીકરણ માટે સાત જેટલા અધિકારીઓ અને પદાધિકારીઓને રાજય સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે.

કલેકટરે જણાવ્‍યું હતું કે, સંવેદનશીલ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુણોત્‍સવ દરમિયાન ધ્‍યાનમાં આવેલી આ બાબતને અત્‍યંત ગંભીરતાથી લઇને આવા નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્‍યાન આપીને તેમને અન્‍ય વિદ્યાર્થીઓની હરોળમાં લાવવા ‘મિશન વિદ્યાહાથ ધરવાનું આહવાન કર્યું છે. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ૩૧ ઓગસ્‍ટ સુધી ‘મિશન વિદ્યા અંતર્ગત ઉપરાચાત્‍મક શિક્ષણ કાર્ય હાથ ધરવામાં આવ્‍યું છે. તેમણે શિક્ષકોને નબળા બાળકોને અન્‍ય હોશિંયાર વિદ્યાર્થીઓની હરોળમાં લાવવા વિશેષ ધ્‍યાન આપવા અનુરોધ કર્યો હતો.

શાળાકક્ષાએ જે તે ધોરણના વર્ગ શિક્ષક દ્વારા વાંચન, લેખન અને ગણનમાં નબળા હોય એવા પ્રિય વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક ઉપચારાત્‍મક શિક્ષણકાર્ય નવસારી જિલ્લામાં થઇ રહયું છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેહુલ વ્‍યાસના જણાવ્‍યા અનુસાર પ્રાથમિક શાળાના નવસારી જિલ્લામાં ૪૩૦૦ જેટલા નબળા બાળકોને વિદ્યા મિશન અંતર્ગત વધારાનો સમય આપીને શિક્ષણકાર્ય હાથ ધરવામાં આવ્‍યું છે. આવા બાળકોનું મુલ્‍યાકંન કરીને માકર્સ ઓનલાઇન અપલોડ કરવામાં આવશે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં રાજપીપળા મામતલદાર જનસેવા ખાતે સોશીયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા.

ProudOfGujarat

પંચમહાલ : અમદાવાદ-ગોધરા-ઈન્દોર માર્ગને ફોરલેન કરવાની કામગીરીને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

ProudOfGujarat

ગોધરા તાલુકાના સારંગપુર ગામે લગ્નના વરઘોડામાં પાંચ શખ્સોએ મારામારી કરી ઘીંગાણું મચાવી કારની તોડફોડ કરતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!