આજ રોજ બપોરે ભરૂચ નગર પાલિકાના સભા ખંડ માં પ્રમુખ સુરભી બેન તાબકુવાલા અને ચીફ ઓફિસર સંજય સોની ની અધ્યક્ષતા સામાન્ય સભા ની બેઠક મળી હતી-સામાન્ય સભા શરૂઆત થી જ તોફાની બની હતી કોંગ્રેસ ના નગર સેવક યુસુફ મલેકે વોર્ડ નંબર ૮ માંથી ચૂંટાયેલા સભ્ય મનહર પરમારે મુસ્લિમ મહિલા ને અપશબ્દો બોલવા મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો..તો બીજી તરફ પ્રિમોંશુંન કામગીરીના મુદ્દે તેમજ ૭ ×કોરિડોર અને આંબેડકર શોપિંગ સહિત લાઈટ ને લગતા અને ગંદકી-ખરાબ માર્ગો અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે વિપક્ષ ના સભ્યોએ સભા ખંડ માં શાસક પક્ષ નો ઉઘડો લીધો હતો અને ભારે હંગામો મચાવતા એક સમયે પાલિકા ખંડ નો માહોલ ગરમાયો હતો….તો શાસક પક્ષ તરફ થી પક્ષ ના નેતા તેમજ ઉપ પ્રમુખે વિપક્ષ ના આક્ષેપોને નકારી તેઓના આક્ષેપો અંગે જવાબો આપ્યા હતા….જોકે મીડિયા બાઈટ સિવાય પ્રમુખ સમગ્ર સભા દરમિયાન મૌન નજરે પડ્યા હતા……
વિપક્ષ ના હંગામા બાદ બોર્ડમાં મુકવામાં આવેલ વિવિધ ૫૫ જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી..તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે બે કલાક થી વધુ સમય સુધી ચાલેલ સામાન્ય સભા પૂર્ણ થઇ હતી…….