Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્વાર્થ વગરની સેવાની ભાવનાથી તાજપુરાની પવિત્રતા વધી છે: વિજયભાઇ રુપાણી

Share


ગોધરા,

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્‍યાપ ઇશ્‍વરકૃપાથી સતત વધતો રહે છે. પંચમહાલના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે ગુરુ પુર્ણિમાસંત વિભૂતિ નારાયણ બાપુએ દરિદ્ર નારાયણની ઇશ્‍વરના રૂપમાં સેવા કરીને સેવા પરમો ધર્મનો કલ્‍યાણકારી માર્ગ ચીંધ્યો છે.
ગુરૂપુર્ણિમાના પવિત્ર પર્વે નારાયણ ધામમાં બાપુની વંદના કરવાની જે તક મળી એનો હર્ષ વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે સ્‍વાર્થ વગર સેવાની ભાવનાથી જ તાજપુરાની પવિત્રતા વધી છે. તેમણે સારા અને લોકોપયોગી કામો કરીને નવા ગુજરાતના નિર્માણનો સંકલ્‍પ વ્‍યકત કરવાની સાથે ગુજરાતના ખૂબ કલ્‍યાણ અને છેવાડાના માનવીના વિકાસના આશિર્વાદની બ્રહ્મલીન બાપુની પાસેથી ખેવના કરી હતી

Advertisement

તાજપુરા ધામના બ્રહ્મલીન પૂજય નારાયણ બાપુની પર્વને અનુરૂપ ભાવસભર ગુરૂવંદના કરી હતી અને તેમનું દૈહિક નિવાસસ્‍થાન રહેલી પવિત્ર ગુફામાં દર્શન-અર્ચન કર્યા હતા. તેમણે પૂ.બાપુની ભાવના અને શીખ પ્રમાણે ધર્મસેવાની સાથે માનવસેવાની પરંપરા આગળ ધપાવવા માટે નારાયણ ધામ ટ્રસ્‍ટી મંડળને અભિનંદન પાઠવ્‍યા હતા.


Share

Related posts

ભરૂચના ફુરજા રથયાત્રા રૂટ પર SOG નું પેટ્રોલિંગ, શંકાસ્પદ ઈસમો સહિત જાહેરનામા ભંગના અનેક ગુના દાખલ કરાયા

ProudOfGujarat

ભરૂચનાં મકતમપુર રોડ પર સી. ડીવીઝન પોલિસ મથકની સામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.

ProudOfGujarat

પાલેજ: લગ્નપ્રસંગ નિમિતે એક જ વરઘોડામાં અલગ-અલગ સમયે એક મહિલા નો હાથ પકડી નાચવા ખેંચી જવા બાબતે તેમજ નાચતી યુવતી નો હાથ પકડી લેવા બાબતે બે યુવાનો સામે ફરિયાદ નોંધાય હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!