ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજ ના લોકો અને અગ્રણીઓએ આપેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ આગામી ૨૨ ઓગસ્ટ ના રોજ બકરી ઈદ નો તહેવાર હોય આ દરમિયાન સરકાર દ્વારા કાયદેસર જાહેર કરેલ પશુઓ જેવા કે ઘેટાં.બકરા.પાડાંઓ ગુજરાત ના અલગ અલગ વિસ્તારો માંથી કુરબાની માટે આવતા હાઇવે ઉપર વાહનો ને રોકીને પશુઓને કહેવાતા ગૌ રક્ષકો કાયદા હાથમાં લઈને આ પશુઓને દાદાગીરી થી પોતાની માલિકીના સમજીને ગેરકાયદેસર બની બઠેલાં ગૌ રક્ષકો ટ્રકના દ્રાઇવરો તથા આ પશુઓના માલિકોને ગેરકાયદેસર રીતે રીતે કાયદો હાથ માં લઇ માર મારે છે..અને ગાડીઓ પણ જપ્ત કરીને રૂપિયા પડાવી ગુન્હો કરે છે…
આજ પ્રકાર ની ઘટના રાજસ્થાન ના અલવર શહેરમાં દુધાળી ગાયો લઈને જતા બે મુસ્લિમ યુવાનો.અકબર ખાન અને અસલમ ખાન ઉપર ત્યાંના લેભાગુ કહેવાતા ગૌ રક્ષકોએ આ લોકોને આંતરિક તેમના ઉપર ઘાટકી હુમલો કરેલો છે.તેમ આજે આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યું હતું…