Proud of Gujarat
GujaratFeaturedINDIA

અખિલ ભારતીય વિચરતી અને વિમુક્ત જનજાતિ સંઘની પોતાની માંગોને લઈ રાજપીપળામાં વિશાળ રેલી,નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ હલ્લાબોલ.

Share

ભરાત દેશ ડિઝિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યો છે જ્યારે અમારી જાતિ હજુ પણ રોડ પર રહે છે:વિચરતી અને વિમુક્ત જનજાતિ સંઘનો આક્ષેપ

Advertisement

જો અમારી સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો અમે આત્મવિલોપન કરીશું:વિચરતી અને વિમુક્ત જનજાતિ સંઘે નર્મદા કલેકટરને ચીમકી આપી.

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)અખિલ ભારતીય વિચરતી અને વિમુક્ત જનજાતિ વેલ્ફેર સંઘ દ્વારા પોતાની વિવિધ માંગને લઈને સોમવારે રાજપીપળામાં વિશાળ રેલી કાઢી હતી.રાજપીપળા કાળાઘોડાથી પોતાની વિવિધ મંગોને લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો જિલ્લા કલેકટર કચેરીએ આવી પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો.બાદ અખિલ ભારતીય વિચરતી અને વિમુક્ત જનજાતિ વેલ્ફેર સંઘ ગુજરાત અધ્યક્ષ દિલીપ વાદી,મહામંત્રી પર્વત વાદી,નર્મદા જિલ્લા પ્રમુખ વિજય સેવક,નરપત જોગી,ડાહ્યા જોગી,ભાઈલાલ જોગી સહિત અન્ય આગેવાનોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી.

એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 1.20 કરોડની 40 જેટલી અલગ અલગ વિચરતી-વિમુક્ત જાતિઓ છે એમને 27% (SEBC)અનામતમાંથી મહારાષ્ટ્ર,તામિલનાડુ સને કર્ણાટક રાજયની જેમ અલગથી 11% અનામત આપો.આ જન-જાતિઓની તમામ ક્ષેત્રે સ્થિતિ આદિવાસીઓ કે દલિતો કરતા પણ કફોડી છે.હાલમાં ભારત દેશ ડિઝિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે અમારા હજારો લોકો પોતાના પરિવાર સાથે રોડ-રસ્તા કે ગંદી ગટરોને કિનારે તંબુ કે ઝૂંપડીઓમાં રહે છે.આ જાતિના લોકો રોજગારી માટે ભટકતું જીવન ગુજારી રહ્યા છે તો જે તે વિસ્તારમાં સ્થાનિક રોજગારી ઉભી કરાય તો અમારું અને અમારી આવનારી પેઢીનું જીવન સુધરે.અમારી જાતિના ધંધા અને નોકરી વિહોણા પરિવારોને તાત્કાલિક ધોરણે BPL કાર્ડ આપવામાં આવે તથા જમીન વિહોણા પરિવારોને વિવિધ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે.SC-STની જેમ વિચરતી-વિમુક્ત જાતિઓના લોકો માટે પણ અલગથી એટરોસિટી એક્ટ બનાવવામાં આવે તથા અલગથી એકલવ્ય મોડેલ સ્કૂલો ચાલુ કરવામાં આવે.આ જાતિ માટે અલગથી બજેટની ફાળવણી કરી સાથે સાથે સ્થાનિક સ્વરાજ તથા વિધાનસભા,લોકસભા ચૂંટણીઓ માટે અલગથી સીટો ફાળવવામાં આવે.આ જાતિના લોકોના મૃત્યુ બાદ અંતિમ વિધિ માટે પણ જમીન મળતી નથી, અમુક કિસ્સામાં તો દિવસો સુધી મૃતદેહ રજડતો રહે છે.જો અમારી આ તમામ માંગણીઓ અને સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહિ થાય તો આવનારા દિવસોમાં અને તમામ લોકો ગાંધીનગર સચિવાલય ખાતે આત્મવિલોપન કરીશું.


Share

Related posts

ક્રાઇમ બ્રાંચના દરોડા – અંકલેશ્વરના યોગી એસ્ટેટ-2 ખાતે ધૈર્ય બિલ્ડકોન ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું, 9 ખૈલી જેલ ભેગા

ProudOfGujarat

શું અંકલેશ્વર નગરપાલિકામાં રૂ. 36 લાખનો ગેરવહીવટ થયો છે ? ક્યારે અને કેવી રીતે…??? જાણો વધુ…

ProudOfGujarat

ભરૂચનાં શીતલ સર્કલ પાસે સત્તા બેટિંગનો જુગાર રમાડતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!