Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તેમજ તાબાની તાલુકા કોર્ટોમાં આજે સવારે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી..જેને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી…….

Share


:-ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તેમજ તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.એમ ભટ્ટ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ પી.જી.સોની સેકેટરી ના સંચાલન હેઠળ આજ રોજ સવારે નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું……
મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સી.એમ ભટ્ટ ના વરદ હસ્તે નેશનલ લોક અદાલત નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા હેડ કવાટર્સ ના ન્યાયાધીશ તેમજ વકીલ બાર ના પ્રમુખ સહિત ના લોકો ઉપસ્થીત રહ્યા હતા..સદર નેશનલ લોક અદાલત માં પોસ્ટ લીટીગેશન  ના ૩.૯૨૩ તેમજ પ્રી-લીટીગેશનના ૩.૭૦૪ આમ કુલ મળી ૭૬૨૭ કેસો જિલ્લામાં નિકાલ માટે મુકવામાં આવ્યા હતા……….

Advertisement

Share

Related posts

કોરોનાનાં વધતાં કેસ સામે ભરૂચ જિલ્લામાં સવારનાં ૭ થી બપોરનાં ૪ વાગ્યા સુધી દુકાનો-ધંધા ચાલુ રાખવાનું કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

ભેંસો ના તબેલા માંથી કોબ્રા નાગ માલી આવ્યો….જાણો ક્યાં

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ઓક્સીજનની સુવિધા ધરાવતા બેડ અને એમબ્યુલન્સનું લોકાર્પણ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!